________________
४७८
श्री मल्लिनाथ चरित्र सोचे तुष्टस्तदाऽऽख्याहि, कदा मे पतिसङ्गमः ? । रक्षोऽवादीद् द्वादशाब्दे, प्रवासदिवसाऽऽदितः ॥२२३॥ समायातः स्वयं वेश्म, पितुस्तव नलः किल । मिलिष्यति ततः खेदं, हृदये मा कृथा वृथा ॥२२४|| युग्मम् त्वं चेद् भणसि त्वत्तातसदनेऽथ नयाम्यहम् । सोचे सहाऽन्यपुंसाऽहं, न यामि स्वस्ति तेऽस्तु तत् ॥२२५।। आविष्कृत्य निजं रूपं, यथागतमथागमत् । जग्राहाऽभिग्रहानित्थं, भैमी द्वादशहायनीम् ॥२२६।। विकृती रक्तवासांसि, ताम्बूलं च विलेपनम् । भूषां च न ग्रहीष्यामि, नलस्य मिलनावधेः ॥२२७।।
કે, પ્રવાસના દિવસથી બારમે વરસે સમાગમ થશે અને તમારા પિતાના ઘેર આવીને તે તમને મળશે. માટે અંતરમાં ફોગટ ખેદ ના કરશો. (૨૨૩-૨૨૪)
હવે જો તમે કહો તો હું તમને તમારા પિતાના ઘરે મૂકી દઉં.” દમયંતી બોલી કે, “અન્યપુરુષની સાથે હું ત્યાં જવા ઇચ્છતી નથી. માટે તારું કલ્યાણ થાઓ.” (૨૨૫)
પછી પોતાનું મૂળરૂપ પ્રગટ કરી તે રાક્ષસ જેમ આવ્યો હતો તેમ પાછો ચાલ્યો ગયો. એ વખતે દમયંતીએ બારવર્ષ માટે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો.” (૨૨૬)
છએ વિગઈ, રંગીન વસ્ત્ર, તાંબૂલ, વિલેપન અને શણગાર એ સ્વામીનું મિલન ન થાય ત્યાં સુધી મારે ગ્રહણ કરવા નહિ.” (૨૨૭)
પછી વર્ષાકાળ વ્યતીત કરવા દમયંતી નજીકમાં એક પર્વતની