SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ: સર્વાં ज्वालाकरालवदनं, भयङ्करभयङ्करम् । मूर्तं यममिवाद्राक्षीद्, राक्षसं क्षुद्रमानसम् ॥ २१९ ॥ युग्मम् उवाच भक्षयिष्यामि त्वामेवं राक्षसोऽवदत् । अभीता साऽवदद् धैर्याद्, मदीयं वचनं शृणु ॥ २२०॥ मृत्युभीरकृतार्थानां कृतार्थाया न मे भयम् । मा मां संस्पृश शापेन, संस्पृशन् न हि नन्दसि ॥२२९॥ धीरां वाचमिति श्रुत्वा, तस्याः स रजनीचरः । उवाच तुभ्यं तुष्टोऽस्मि, किं करोमि ददामि किम् ? ॥२२२॥ ४७७ નચાવતો, પીળા કેશવાલો, જ્વાળા સમાન ભયંકર મુખવાળો, ભયાનક ચહેરાવાળો, ક્ષુદ્ર માનસધારી સાક્ષાત્ જાણે યમ હોય એવો એક રાક્ષસ તેના જોવામાં આવ્યો. (૨૧૮-૨૧૯) તે રાક્ષસ દમયંતી પાસે આવી કહેવા લાગ્યો કે, હું તારૂં ભક્ષણ કરી જઈશ ! એટલે સતી નિર્ભયપણે ધૈર્ય ધારણ કરી બોલી કે, “મારૂં વચન સાંભળ (૨૨૦) આ જગતમાં જે અકૃતાર્થ લોકો છે તેમને મરણનો ભય હોય છે. પણ હું તો કૃતાર્થ છું માટે મને કશો ભય નથી. પરંતુ તું મને સ્પર્શ કરીશ નહિ. કારણ કે મને સ્પર્શ કરીશ તો હું તને શ્રાપ દઈશ તો તારૂં ભલુ નહિ થાય.” (૨૨૧) આ પ્રમાણે તેની ધીરતાવાળી વાણી સાંભળીને રાક્ષસ બોલ્યો કે, “હું તારા પર સંતુષ્ટ થયો છું માટે કહે હું તારૂં શું શ્રેય કરૂં અને તને શું આપુ ?” (૨૨૨) એટલે દમયંતી બોલી કે, “જો તું સંતુષ્ટ થયો હોય તો મને કહે કે મારા પતિનો સમાગમ મને ક્યારે થશે ?’” રાક્ષસ બોલ્યો
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy