________________
४७६
स्फूर्जथुध्वनिवद्गर्जन्नूर्जितं तर्जितोष्मकः । वृष्टिं चकार विस्तारिधारं धाराधरस्ततः ॥ २१४॥
स्थाने स्थाने परीवाहा: प्रवहन्तो बभुस्तदा । पान्थसार्थस्य रोधाय खातिका इव निर्मिताः ॥ २१५ ॥
तदा निरन्तरं वृष्टिरभवद् दिवसत्रयम् । दवदन्ती पुनस्तस्थौ, सुखं सार्थेशमन्दिरे ॥ २१६ ॥ विरते वारिदे वृष्टेर्दवदन्ती सती तदा । विहाय सार्थमेकाकिन्यपि यातवती ततः ॥ २१७॥
श्री मल्लिनाथ चरित्र
प्रयान्ती पथि भैमी च, कज्जलश्यामलद्युतिम् । कर्तिकानर्तनव्यग्रकरं पिङ्गलकुन्तलम् ॥२१८॥
તેને પોતાના તંબુમાં લઈ જઈ તે તેમનો બહુ જ આદર સત્કાર કરવા લાગ્યો. (૨૧૩)
એવામાં વ્રજપાતના શબ્દ સમાન ઘોર ગર્જના કરતો અને ગ્રીષ્મઋતુને તર્જના કરતો મેઘ વિશાળ ધારાથી વરસવા લાગ્યો. (૨૧૪)
એટલે જાણે સાર્થના પ્રવાસીઓને રોકવા મોટી ખાઈઓ બનાવી હોય તેમ દરેક સ્થળે પાણીના મોટા પ્રવાહો વહેવા લાગ્યા. (૨૧૫)
એ પ્રમાણે સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્યો. એટલે દમયંતી સુખપૂર્વક સાર્થેશના તંબુમાં રહી. (૨૧૬)
પછી વૃષ્ટિ વિરામ પામી એટલે સાર્થને મૂકી દમયંતી એકલી સાર્વેશને કહ્યા વિના ત્યાંથી ચાલી નીકળી. (૨૧૭)
માર્ગે ચાલતાં કાજલ સમાન શ્યામકાંતિવાળો હાથમાં છરી