________________
પષ્ટ: સઃ
४७५ श्रुत्वा तदीयहुंकाराननश्यन्नथ दस्यवः । कोदण्डदण्डटङ्कारात्, कान्दिशीका द्विका इव ॥२०९।। सार्थेशोऽथावदद् नत्वा, तां निजां जननीमिव । काऽसि भामिनि ! कस्माच्च, परिभ्राम्यसि कानने ? ॥२१०॥ सबाष्पलोचना चास्मै, बान्धवायेव भीमजा । यथावस्थं स्ववृत्तान्तं, सर्वं कथितवत्यथ ॥२११।। अवोचत् सार्थनाथस्त्वं, स्वामिनी जननी च मे । स्वामिनी नलपत्नीति, जननी जीवदानतः ॥२१२।। तनिष्कारणबन्धोस्ते, किङ्करोऽस्मीति संलपन् । नीत्वा पटगृहे तस्या, वरिवस्यापरोऽभवत् ॥२१३॥
તેના તે હુંકારાઓ સાંભળી ધનુષ્યના ટંકારથી કાગડાઓની જેમ બધા ચોરો મૂઠીવાળીને ભાગી ગયા. (૨૦૯)
સાર્થવાહની વિનંતિ. સ્વીકારે પ્રેમે દવદંતી. પછી સાર્થપતિએ દમયંતીને જનનીની જેમ નમસ્કાર કરી કહ્યું કે, “હે ભામિની ! તમે કોણ છો ? આ વનમાં શા માટે ભમો છો ? (૨૧૦)
એટલે આંખમાં આંસુ લાવી દમયંતીએ પોતાના બાંધવ સમાન તે સાર્થેશને પોતાનો જેવો હતો તેવો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૨૧૧)
તે સાંભળીને સાર્થેશ બોલ્યો કે, તમે મારા સ્વામિની અને માતા સમાન છો. નળરાજાના પત્ની હોવાથી સ્વામિની અને જીવિતદાન આપનારા હોવાથી જનની છો. (૨૧૨).
માટે નિષ્કારણ બંધુ એવો હું તમારો સેવક છું.” એમ કહી