________________
४७४
श्री मल्लिनाथ चरित्र आयान्तीमिति च दृष्ट्वा, ततश्चौरचमूममूम् । चकार बिभयां लोको यतः स्याद् भाजने भयम् ॥२०४।। मा मा यूयं भयं लोकाः ! कुरुध्वं सार्थवासिनः । तदीयगोत्रदेवीवाऽवादीदिति नलप्रिया ॥२०५।। तस्करानवदद् रे रे !, यात दूरं दुराशयाः ! । अन्यथाऽनर्थसार्थो वः, सार्थो यद् रक्ष्यते मया ॥२०६।। वदन्ती दवदन्तीं ते, समाकाऽपि तस्कराः । मन्यन्ते स्म तृणायाऽपि, नैते दैवपराहताः ॥२०७।। ततस्तदीयाहङ्कारतिरस्काराय भीमजा ।
क्षेमकाराय सार्थस्य, हुंकारान् मुमुचे दृढान् ॥२०८।। પામી. તેવામાં કેટલાક ચોરોએ આવી તે સાર્થને ઘેરી લીધો. (૨૦૩)
ને ચોરસેનાને આવેલી જોઈ સાથે લોકો અત્યંત ભય પામ્યા કારણ કે, “વસ્તુને ભય હોય છે.” (૨૦૪)
એ સમયે તેમની ગોત્રદેવીની જેમ દમયંતી બોલી કે, “હે સાર્થવાસી લોકો ! તમે ભયભીત ન થાઓ. (૨૦૫)
પછી તેણે ચોરોને કહ્યું કે, “હે દુરાશયો તમે દૂર ચાલ્યા જાઓ. નહિ તો તમારા પર સંકટની સીમા ન રહે, કારણ કે હું આ સાર્થની રક્ષિકા છું.” (૨૦૬)
આ પ્રમાણેના તેનાં વચન સાંભળવા છતાં પણ દૈવથી પરાભવ થયેલા તસ્કરોએ તેની બિલકુલ દરકાર કરી નહિ. (૨૦૭)
એટલે તે ચોરોના અહંકારને પરાસ્ત કરવા અને સાર્થની રક્ષા કરવા દમયંતીએ સપ્ત હુંકાર કરવા માંડ્યા. (૨૦૦૮)