________________
४७३
પB: સ:
अन्येऽप्युपद्रवास्तस्या, यान्त्या वर्त्मनि नाऽभवन् । पतिव्रताव्रतं स्त्रीणां, क्षेमस्थेमावहं यतः ॥१९९॥ सा लोलकुन्तला स्वेदजलाविलवपुलता । समुत्सुकपदं यान्ती, हृद्यमान्ती महाशुचा ॥२००। दर्भविद्धपदप्रोद्यद्रक्तसिक्तमहीतला । सार्थमेकमुदक्षिष्ट, विष्टपर्धिनिकेतनम् ॥२०१॥ अचिन्तयच्च सार्थोऽयं, मया लब्धस्तरण्डवत् । अरण्यार्णवनिस्तारस्तदनेन भविष्यति ॥२०२।। यावत् तस्थावसौ स्वस्था, दवदन्ती महासती ।
तावत् तं रुरुधुः सार्थं, क्वचिदागत्य दस्यवः ॥२०३॥ હાથીઓ અને જાંગુલિક જવાળાઓ સિંહણની જેમ એ દમયંતીથી તુરત જ દૂર થઈ જવા લાગ્યા. (૧૯૮)
રસ્તે ચાલતા તેને બીજા પણ ઉપદ્રવ નડ્યા નહિ. કારણ કે પતિવ્રતાવ્રત સ્ત્રીઓને અતિશય ક્ષેમ કુશળ રાખનાર છે. (૧૯૯૯)
પછી ચપળકેશવાળી, પરસેવાના બિંદુથી ભીનાશરીરવાળી, ઉત્સુક પગલે ચાલતી, અંતરમાં મહાશોક ધારણ કરતી (૨૦૦)
તથા દર્ભથી વીંધાયેલા પગમાંથી નીકળતા રૂધિરથી પૃથ્વીતલને સિંચન કરતી દમયંતીએ આગળ જતાં ત્રિભુવનની ઋદ્ધિના સ્થાનભૂત એક સાર્થ જોયો. (૨૦૧)
એટલે વિચાર્યું કે, “અહો ! સમુદ્રમાં વહાણ મળે તેમ મને આ સાથે મળ્યો છે. હવે એની સહાયતાથી મારે આ અરણ્યરૂપ મહાસાગરનો પાર પામવો સુલભ થશે.” (૨૦૨)
આ પ્રમાણે વિચારી મહાસતી દમયતી કાંઈક સ્વસ્થતાને