________________
४७९
પણ: સ:
गिरिदाँ तदाऽत्येतुं, प्रावृषं भैम्यवास्थित । बिम्ब श्रीशान्तिनाथस्य, निर्ममे मृण्मयं स्वयम् ॥२२८॥ स्वयमानीय पुष्पाणि, तत्पूजयति भीमजा । તપ:પ્રાન્ત વ તે, પારાં પ્રા: કનૈઃ રર૬I भैमीमपश्यन् सार्थेशोऽप्यागादनुपदं तदा । अर्हद्दिम्बं पूजयन्ती तां, दृष्ट्वा मुमुदे हृदि ॥२३०॥ तां नत्वा धरणीपृष्ठे, निविष्टो भीमजाऽपि तम् । विधाय स्वागतप्रश्नं, सार्थनाथमवार्तयत् ॥२३१॥ तापसास्तत्र चाऽऽजग्मुः, केऽपि चासन्नवासिनः । तस्थुस्तथोन्मुखा अब्दशब्दं श्रुत्वेव केकिनः ॥२३२।।
ગુફામાં રહી. ત્યાં તેણે શ્રી શાંતિનાથ ભગવાનનું એક માટીમય બિંબ બનાવ્યું. (૨૨૮)
પછી પુષ્પો લાવીને તે બિંબની દમયંતી પૂજા કરવા લાગી અને તપને પ્રાંતે પ્રાસુક ફળો વડે પારણું કરવા લાગી. (૨૨૯)
હવે દમયંતીને નહિ જોતા સાર્થેશ તેના પગલાને અનુસરી તેની પાછળ પાછળ આવ્યો. ત્યાં ગુફામાં જિનબિંબને પૂજતી દમયંતીને જોઈ તે અંતરમાં ખૂબ આનંદ પામ્યો. (૨૩))
પછી દમયંતીને નમસ્કાર કરી તે જમીન ઉપર બેઠો. એટલે દમયંતીએ તેને સ્વાગત પ્રશ્ન પૂછવા પૂર્વક વાર્તાલાપ કર્યો. (૨૩૧)
એવામાં નજીકમાં રહેનારા કેટલાક તાપસો ત્યાં આવ્યા અને મેઘગર્જના સાંભળી મયૂરની જેમ તેઓ ઉંચુ મુખ કરી સ્થિત થયા. (૨૩૨).
એટલામાં સતત અવિચ્છિન્ન પણ જળ વૃષ્ટિ થવા લાગી.