________________
४६८
श्री मल्लिनाथ चरित्र प्रभाते मारुते वाति, कमलामोदमेदुरे । भीमपुत्री निशाशेषे, स्वप्नमीदृशमैक्षत ॥१७७।। यदहं सहकाराधिरूढाऽस्मि वनदन्तिना । भग्नः स तु समागत्य, भ्रष्टा तस्मादहं ततः ॥१७८।। प्रबुद्धा भीमतनया, नाऽपश्यद् नलमग्रतः । समालुलोके ककुभः, सा विक्रीता च शिष्टवत् ॥१७९।। अकारुण्यादरण्यान्तः, कथं मां वल्लभोऽमुचत् । भविष्यति गतो मन्ये, क्षालनाय मुखस्य वा ॥१८०।।
જાગી તવ તે આરડે, કરતી કોડી વિલાપ યૂથભષ્ટ હરણી સમ, જોવે દશા દિશ આપ.
ઘો દરિશણ મુજ સ્વામીજી હવે પ્રભાતે કમળોની પરિમલથી સુગંધી વાયુ વાવા લાગ્યો. તે સમયે દમયંતીએ સ્વપ્ર જોયું કે, (૧૭૭)
હું આમ્રવૃક્ષ ઉપર બેઠેલી છું. એવામાં કોઈ વનહાથીએ આવી તે વૃક્ષ ભાંગી નાંખ્યું. તેથી હું નીચે પડી ગઈ.” (૧૭૮)
આવું સ્વમ નિહાળી ભીમસુતા તુરત જ જાગૃત થઈ અને આગળ જોયું તો નળને પોતાની પાસે ન દીઠા. એટલે જાણે વિશ્વાસુની જેમ વેચાયેલી હોય તેમ તે ચારે દિશાને જોવા લાગી. (૧૭૯)
અને ચિંતવવા લાગી કે – “આ અરણ્યમાં નિર્દયરીતે સ્વામીએ મને કેમ તજી દીધી હશે ? પરંતુ હું ધારું છું કે તેઓ પોતાના મુખનું પ્રક્ષાલન કરવા જલાલયે ગયા હશે. (૧૮૦)