________________
श्री मल्लिनाथ चरित्र
४६६
तावद् ययौ नलो यावददृश्या दवदन्त्यभूत् । वलित्वा पुनरप्यागात्, पतितद्रविणो यथा ॥१६७॥ दध्याविति नलो दृष्ट्वा, भैमीं भूतलशायिनीम् । अधिशेतेऽध्वनि श्रान्तं शुद्धान्तं नैषधेरहो ! || १६८ ।।
हहा ! मर्माविधा दुष्टकर्मणा मे कुकर्मणः । વશામેતાદૃશીં પ્રાસા, તીનેયં તાનિધિઃ ॥દ્દા धिग् मामधर्मकर्माणं, मर्मभाषकवद् भृशम् । शुद्धशीला धर्मशीला, यदेवं प्रापिता दशाम् ॥ १७० ॥
નિર્જાયા સમીપસ્થે, યિ સત્યપિ હી ! નતે । भूमौ नितम्बिनी शेते, क्षेत्रस्थेव कुटुम्बिनी || १७१ ||
દમયંતી ન દેખાય તેટલે સુધી તે ગયો એટલે જાણે દ્રવ્ય ખોવાઈ ગયેલા પુરુષની જેમ તે ફરીને પાછો આવ્યો. (૧૬૭)
અને ભૂતલ ઉપર સુતેલી દમયંતીને જોઈ વિચારવા લાગ્યો કે, “અહો ! નળરાજાની રાણી થાકી ગયેલી આમ રસ્તા વચ્ચે સુતી છે. (૧૬૮)
અહો ! કુકર્મ કરનાર હું તેના મર્મભેદી દુષ્ટકર્મોએ આ કળાનિધિ કુલીન પત્નીને આવી દશાએ પહોંચાડી છે. (૧૬૯)
મર્મબોલનારની જેમ અધર્માચારી મને અત્યંત ધિક્કાર થાઓ કે આ ધર્મશીલા અને શુદ્ધશીલા સતીને મેં આવી અવસ્થાએ પહોંચાડી. (૧૦૦)
અહો ! હું નળરાજા સમીપવર્તી છતાં ક્ષેત્રમાં રહેલી ભરવાડણની જેમ નિર્નાયિકા આ નિતંબિની માત્ર પૃથ્વીપર સુતી છે. (૧૭૧)