________________
४६४
श्री मल्लिनाथ चरित्र अशोकपत्राण्युच्चित्य, दवदन्त्याः कृते नलः । अनल्पं कल्पयाञ्चक्रे, तल्पमल्पेतराशयः ॥१५८।। उवाच दयितां देवि !, तल्पे निद्रासखी भव । स्थास्यामि जागरूकोऽहं, यामिन्यां यामिको यथा ॥१५९।। संव्यानार्धं नलस्तल्पे, निक्षिप्य प्रेयसीं ततः । असूषुपत् सा सुष्वाप, स्मृत्वा पञ्चनमस्कृतिम् ॥१६०।। निद्राजुषि दवदन्त्यां, ध्यायति स्माथ नैषधिः । व्यसने श्वशुरस्याथ, धिग् मां शरणयायिनम् ॥१६१।। तद्वल्लभामपि त्यक्त्वा, विधाय हृदयं दृढम् । आत्मानमेकमादाय, गच्छाम्यूर्ध्वमुखो वरम् ॥१६२।।
સૂતી દમયંતી છોડી ચાલી જતો નળ.
રૂધિરથકી લેખ લખતા ઝરે અશ્રુજલ. એટલે મહાશયવાળા નળરાજાએ દમયંતીને માટે અશોકના પાંદડા ભેગા કરી એક લાંબી પથારી કરી (૧૫૮)
અને કહ્યું કે, “હે દેવી! આ શધ્યાપર નિદ્રા લો હું યામિકની જેમ આખી રાત્રી જાગતો રહીશ.” (૧૫૯)
પછી અર્ધ વસ્ત્રને શય્યા પર બિછાવીને રાજાએ પોતાની પ્રિયાને તે પર સુવાડી એટલે પંચ નમસ્કારનું સ્મરણ કરી દમયંતી ત્યાં સૂઈ ગઈ. (૧૬૦)
દમયંતીને નિદ્રા આવતા નળરાજા વિચારવા લાગ્યા કે, “અહા ! દુઃખના સમયે શ્વસુરને શરણે જનારા મને ધિક્કાર થાઓ. સાસરાના ઘરે જવું કોઈપણ રીતે ઉચિત નથી. (૧૬૧)
આ વલ્લભાનો પણ ત્યાગ કરી અંતરને દૃઢ કરી મારે એકાકી