________________
४५२
तच्छ्रुत्वा नलभूपालः, कोपाटोपसमुद्भटः । दूतं व्यसृजदेतस्य स गत्वा तमवोचत || १०५ ॥
श्री मल्लिनाथ चरित्र
मत्स्वामिनोऽनलस्फूर्तितेजसो नलभूपतेः । आत्मानं यमपूर्मध्ये, आज्ञां मा नय मानय ||१०६||
कदम्बराजस्तच्छ्रुत्वा, भृकुटीभीषणाननः । तमर्धचन्द्रयाचक्रे, स्वकीयमिव जीवितम् ॥ १०७॥
दूतोऽपि गत्वा तत्सर्वं, नलायाऽकथयत्तराम् । तं चाऽभिषेणयाञ्चक्रे, नलः सबलवाहनः ॥१०८॥
તે સાંભળી કોપાટોપથી ઉદ્દભટ બનેલા નળરાજાએ તેની પાસે દૂતને મોકલ્યો. દૂતે જઈને તેને કહ્યું કે, (૧૦૫)
“અનલ સમાન સ્ફૂરાયમાન તેજવાળા અમારા સ્વામી નળરાજાની આજ્ઞાને માન અને પોતાના આત્માને યમપુરીમાં ન લઈ જા.' (૧૦૬)
,,
આ પ્રમાણે સાંભળી કદંબે ભ્રકુટીથી ભીષણ મુખ કરી પોતાના જીવિતની જેમ તેનું ગળું પકડી બહાર કાઢી મૂક્યો. (૧૦૭) તક્ષશિલાવાસી કદંબ પર આક્રમણ.
કદંબ કરે કર્મરાજા પર આક્રમણ. ક્ષમા કરી નળની કરે મહાભિનિષ્ક્રમણ.
એટલે તે દૂતે જઈને નળરાજાને સઘળી હકીકત કહી સંભળાવી. હવે નળરાજા અનેક વાહનો તથા સૈન્ય યુક્ત તેના પર ચડાઈ કરવા ગયા. (૧૦૮)
અને તક્ષશિલાપુરીને ઘેરો ઘાલ્યો. એટલે કદંબ પણ