SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ: સ: अन्यदा निषधो राज्ये, स्थापयित्वा नलं सुतम् । यौवराज्ये कूबरं च, स्वयं दीक्षामुपाददे || १०१ ॥ न्यायधर्ममयं राज्य नलः प्रबलविक्रमः । पालयन्नन्यदाऽपृच्छदमात्यादीन् क्रमागतान् ॥१०२॥ पित्रादीनां भुवं शास्म्यधिकां वा ते ततोऽवदन् । સંશોનું ભરત માં, ત્વિા, સત ત્વયા ||૨૦॥ किन्तु तक्षशिला नाम, पूर्योजनशतद्वये । तत्र राजा कदम्बोऽस्ति, त्वदाज्ञां स न मन्यते ॥१०४॥ ४५१ નિષધ બને અણગાર, બને નળ કોશલ દેશનો શણગાર, કુબેર બને યુવરાજ. એકવાર નિષધરાજાએ નળને રાજગાદી ૫૨ અને કૂબરને યુવરાજપદ પર સ્થાપન કરી દીક્ષા અંગીકાર કરી. (૧૦૧) આત્મસાધના કરવા લાગ્યા પછી ન્યાયધર્મમય રાજ્ય પાળતાં પ્રબળ-પરાક્રમી નળરાજાએ એકવાર ક્રમથી આવેલા પોતાના અમાત્યોને પૂછ્યું કે, (૧૦૨) “હું માત્ર પિતા વિગેરેની ભૂમિનું રાજ્ય કરૂં છું કે તે કરતાં અધિક રાજ્ય કરૂં છું ?” એટલે તેઓ બોલ્યા કે, (૧૦૩) “તમારા પિતાએ તો ત્રણ અંશન્યૂન ભરતનું રાજ્ય કર્યું હતું અને તમે સમસ્ત ભરતનું રાજ્ય ભોગવો છો. તો પણ અહીંથી ૨૦૦ યોજન પર તક્ષશિલા નામે નગરી છે. ત્યાં કદંબ નામે રાજા છે. તે આપની આજ્ઞા માનતો નથી.' (૧૦૪) ,,
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy