________________
४५०
न चालितः परं ध्यानात्, तेन मत्तेन दन्तिना । ततः सपुत्रो निषधः, श्रद्धया तं न्यसेवत ॥९६॥
नलश्च दवदन्ती च, निषध: कूबरोऽपि च नत्वा नत्वा च निरुपद्रवं कृत्वा मुनिं ययुः ॥९७।।
कोशलायां समाजग्मुर्महेन च महीयसा । दवदन्त्यालोक्यमानचैत्यायां हृष्टचेतसा ॥९८॥
श्री मल्लिनाथ चरित्र
कदाचिद् गीतनृत्ताभ्यां, जलकेल्या कदाचन ।
कदापि दोलाखेलाभिः कदाचिद् द्यूतकर्मणा ॥ ९९ ॥
,
नलश्च दवदन्ती च, स्वेच्छयोद्यानवीथिषु ।
गतं कालं न जानाति, स्वर्गिणामिव दम्पती ॥१००॥ युग्मम्
છે. (૯૫)
છતાં મુનિ ધ્યાનથી ચલાયમાન થયા નથી. પછી પુત્રો સહિત નિષધરાજાએ શ્રદ્ધાપૂર્વક મહાત્માને વંદના કરી. (૯૬)
પછી નળ, દમયંતી, નિષધ અને કુબર મહામુનિને ઉપદ્રવ રહિત કરીને વારંવાર વાંદીને તેઓ આગળ ચાલ્યા (૯૭)
અને જ્યાં દવદંતી હર્ષિત ચિત્તથી અનેક ચૈત્યોનું અવલોકન કરી રહી છે એવી કૌશલા નગરીમાં મહોત્સવ પૂર્વક તેમણે પ્રવેશ કર્યો (૯૮)
પછી કોઈવાર ગીતનૃત્ય કરતાં, કોઈવાર જળક્રીડા કરતાં, કોઈવાર હીંડોળે હીંચતા, કોઈવાર દ્યુત (જુગાર) રમતાં (૯૯)
અને કોઈવાર સ્વેચ્છાએ બગીચામાં ફરતાં સ્વર્ગીય દંપતીની જેમ નળ દમયંતી કાળને પસાર કરવા લાગ્યા. (૧૦૦)