________________
४४९
પ: : प्रयाणं कुर्वतस्तस्य, ततोऽस्तमगमद् रविः । ब्रह्माण्डं तमसाऽपूरि, तद् दृष्ट्वोचे नलः प्रियाम् ॥९२॥ क्षणं देवि प्रबुध्य त्वं, तिलकं प्रकटीकुरु । परिमार्ण्य ललाटं सा, दीपवत् तमदीपयत् ॥९३।। निर्विघ्नं तेजसा तेन, चचाल सकलं बलम् । नलः पुरःस्थितं कायोत्सर्गिणं मुनिमैक्षत ॥९४॥ उवाच निषधं नाथ !, दृश्यतां वन्द्यतां मुनिः । अयं च घृष्टो मत्तेनेभेन यत्कलितोऽलिभिः ॥९५।।
(ઓળંગે) તેમ કોશલાપતિ અખંડ પ્રયાણોવડે પિતાની ભેગા થઈ જઈ રસ્તો કાપવા લાગ્યા. (૯૧)
દમયંતી કરે નિજભાલકરે પ્રમાર્જના.
થાયે તેજથી અંધકાર વિસર્જના. એમ પ્રયાણ કરતાં સૂર્યાસ્ત થયો. એટલે બ્રહ્માંડ અંધકારથી પૂરાઈ ગયું તે જોઈને નળરાજા પોતાની નવોઢાને કહેવા લાગ્યા (૯૨). - “હે દેવી ! ક્ષણભર જાગૃત થઈ તું તિલકને પ્રગટ કર.” એટલે તેણે લલાટને સાફ કરી દીપકની જેમ તે તિલકને પ્રગટ કર્યું. (૯૩)
તેના તેજથી બધું સૈન્ય નિર્વિને આગળ પ્રયાણ કરવા લાગ્યું. એવામાં નળરાજાએ કાયોત્સર્ગમાં રહેલા એક મુનિને જોયા (૯૪)
એટલે પોતાના પિતાને કહ્યું કે, “હે પિતાજી ! જુઓ આ મુનિને વંદન કરો. એ મહાત્મા કોઈ મદોન્મત્ત હાથીના મદથી ખરડાયેલા છે. જેથી તેમના શરીર ઉપર અનેક ભમરાઓ બેઠા