________________
४४८
श्री मल्लिनाथ चरित्र वधूवरौ नवोढौ तौ, सकङ्कणकराम्बुजौ । गृहबिम्बान्यवन्देतां, भवद्धवलमङ्गलौ ॥८७।। भीमः सपुत्रं निषधं, समान्याऽथ विसृष्टवान् । प्रयाणकानि कतिचित्, समागत्य स्थितः स्वयम् ॥८८॥ यान्तीमनुनलं भैमी, पुष्पदन्त्यन्वशादिति । ध्वजेव वंशं हे वत्से !, मा त्याक्षीर्व्यसने पतिम् ॥९९।। मातृशिक्षां गृहीत्वेति, दवदन्तीमुपागताम् । न्यवेशयद् रथकोडे, नलः क्रोडेऽपि च प्रियाम् ॥९०।। ततश्च कोशलाधीशो, मार्गेऽखण्डप्रयाणकैः ।
नव्यैः काव्यैरिव कविः, शास्त्रवाऽतिगच्छति ॥११॥ મંગલ ગવાઈ રહ્યા છે એવા નવપરિણીત વહુવારે ગૃહગતજિનબિંબોને વંદન કર્યું. (૮૭)
પછી ભીમરાજાએ પુત્રો સહિત નિષધરાજાનો સત્કાર કરીને તેમને વિસર્જન કર્યા. એટલે નિષધરાજા કેટલાક પ્રયાણ આગળ જઈ નળરાજાની રાહ જોતાં ત્યાં આગળ સ્થિત રહ્યા. (૮૮)
શીખ દીયે દમયંતીને, માતાપિતા ધરી નેહ, તજીયે નવિ આપત્તિએ પણ, છાયાપરે પતિ દેહ.
એ સમયે નળરાજાની પાછળ પ્રયાણ કરતી દમયંતીને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ ! વંશને ધ્વજા ન છોડે તેમ સંકટમાં પણ પતિનો કદી ત્યાગ કરીશ નહિ.” (૮૯)
ઇત્યાદિ માતાની શિખામણ શિરસાવંઘ કરી સાથે ઉપસ્થિત દમયંતી પ્રિયાને નળરાજાએ પોતાના રથમાં બેસાડી. (૯૦).
પછી નવીન કાવ્યોથી કવિ જેમ શાસ્ત્રમાર્ગને અવગાહે