________________
४४७
પB: સf: तद्वाक्यात् कृष्णराजस्य, करात् खड्गमथाऽपतत् । स ननाम नलं मूर्जा चिरेणाऽऽगतभृत्यवत् ।।८३॥ उवाच च विनीताङ्गो, मन्तुमेकं क्षमस्व मे । तं संभाष्य नलोऽमुञ्चद्, भीमोऽपि मुदितोऽजनि ॥८४|| अन्यान् संभाष्य भूमीशान्, भीमो व्यसृजदञ्जसा । पाणिग्रहोत्सवं चक्रे, दवदन्त्या नलस्य च ॥८५।। तद्विवाहोत्सवे वृत्ते, हस्तमोचनपर्वणि ।
ददौ नैषधये भीमभूमीशः सिन्धुरादिकम् ॥८६॥ થાઓ.” (૮૨)
આ પ્રમાણે તેના મુખમાંથી નીકળતા વાક્યથી કૃષ્ણરાજના હાથમાંથી ખડ્ઝ નીચે પડી ગયું. એટલે ચિરકાળે આવેલ સેવકની જેમ તેણે નળરાજાને મસ્તક નમાવી પ્રણામ કર્યા. (૮૩)
અને વિનયથી કહ્યું કે, “મારો અપરાધ ક્ષમા કરો” એટલે તેની સાથે માનપૂર્વક વાતચીત કરી નળરાજાએ તેને મુક્ત કર્યો. ભીમરાજા પણ તેથી આનંદ પામ્યા. (૮૪).
પછી ભીમરાજાએ અન્ય રાજાઓને માનપૂર્વક બોલાવી તેમનો યથાયોગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યા અને દમયંતી નળનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. (૮૫)
ગાયે મંગલ ગોરડી, બાંધે કંકણ હાથ. કરે ગ્રહદેવની પૂજના, નિષધ-ભીમ દોય સાથ | વિવાહ મહોત્સવ પૂર્ણ થતાં હસ્તમોચન અવસરે ભીમરાજાએ નળને હાથીઓ વિગેરે પુષ્કળ દાયજો આપ્યો. (૮૬)
પછી જેમના કરકમળ કંકણ સહિત છે અને જેમના ધવલ
સાથ