________________
९१९ કોઈપણ ભૌતિક સ્વાર્થ ખાતર કોઈ કાળે મારો દીકરો મારી સામે કે કોઈની ય સામે થાય એમ નથી.” આવી ખાતરી આપી શકે તેવો કોઈ પણ વાલીઓ આ સભામાં હોય તો મારે એનાં દર્શન (!) કરવાં છે. અને જો ન હોય તો મારે કહેવું છે કે ધૂળ પડી એ આજના ભણતરમાં !
રાગના પાપે દુઃખ ! તમે સાધનના અભાવે દુઃખી છો કે તમારી લાલસાના કારણે દુઃખી છો ! રાગ શબ્દ બોલું છું એનું રહસ્ય તમે સમજી શકતા નથી, એટલે મારે ન છૂટકે અહીં ‘લાલસાનો પ્રયોગ કરવો પડે છે. તમને સાધનનો અભાવ જેટલો દુઃખી નથી બનાવતો એટલો દુઃખી રાગ બનાવે છે. તમે તમારા હૈયામાં સળગાવેલી હોળીના હિસાબે જ દુઃખી છો. મારી આ વાત તમારા ગળે ઉતરી જાય તો તમારા અડધાં-પડધાં દુઃખ આજે જ શાંત થઈ જાય.
સાવધ સુખથી જ રહેવું ! જે દુઃખનાં જ રોદણાં રોયા કરે, એનું તો સાક્ષાત્ ભગવાન પણ ભલું ન કરી શકે. દુઃખ પાપ સિવાય આવે નહિ, અને એ પાપ સુખના રાગ સિવાય બંધાય નહિ. માટે આ જગતમાં વધારેમાં વધારે સાવચેત રહેવા જેવી ચીજ હોય તો એ સંસારનું “સુખ' છે.
દેવાળિયાનું લક્ષણ ચોપડો માન્ય ન રાખે એ વેપારી જેમ દેવાળિયો ગણાય એમ શાસ્ત્ર માન્ય ન રાખે, એ સાધુ પણ દેવાળિયો કહેવાય. જેના આધારે ઘરબાર તયા, એને જ વફાદાર ન રહે, એ પછી કોઈને ય વફાદાર કેમ રહી શકે ?