SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ९२० સંસાર, અસાર એટલે શું અસાર ? સંસાર અસાર ! આ વાત તો તમે હજારો વાર સાંભળી છે. પણ એનું રહસ્ય સમજયા છો ખરા? જિનવાણીનો સાર જ એ છે કે “સંસાર અસાર.” સંસાર અસાર એટલે સંસારનું સુખ અસાર. કારણ કે, દુઃખ ભલે જીવને ખરાબ લાગતું હોય, પણ એની ઉત્પત્તિ તો પાપથી જ છે, માટે પાપ ભૂંડા છે, આ પાપ થાય છે. સુખ માટે. એથી સૌથી પહેલાં તો સંસારના સુખ જ ભૂંડા છે. સંસાર અસારનો અર્થ સંસારના સુખ અસાર, એમ સમજાયા પછી જ ધર્મની શરૂઆત થાય. આટલું સમજાઈ જાય, પછી એ સુખને રોગની જેમ ભોગવે, રોગ ભોગવે અને જેમ એ ભૂંડા લાગે, એમ સુખનો ભોગવટો ચાલુ હોય, છતાં એને એ ભૂંડો લાગે, રોગની કનડગત કરતાં તો સુખની કનડગત કઈ ગણી ભયંકર છે. સગા ભાઈઓ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે ક્લેશ કરાવનાર આ સુખ જ છે. અને પતિ-પત્ની વચ્ચે પણ અણબનાવ ઊભો કરનાર આ સુખ જ છે. વિધિ-માત્રા બધે જરૂરી વિધિ, બધી ક્રિયાઓમાં જરૂરી છે. કાઉસ્સગ્ગ, ખમાસમણા જેટલાં કહ્યા હોય, એટલાજ કરવાના. ઓછા વત્તા ન ચાલે. રસોઈમાં મસાલો વધારે નંખાઈ જાય, તો રસોઈ ફેંકી દેવી પડે. એને જનાવર પણ સુંધે નહિ. ચોપડામાં જમા ઉધાર હોય. એટલા જ લખાય. એમાં એકાદ મીંડુ પણ ઓછું ન લખાય. એમાં ગોટાળો થાય, તો લખનારો કાં તો લુચ્ચામાં ખપે અગર તો એને ભીખ માંગવાનો વખત આવે. - વિજયરત્નચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વચનામૃતો
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy