________________
८८४
श्री मल्लिनाथ चरित्र तत्तल्पस्य चतुर्भागे, ताम्बूलं त्वर्धचर्वितम् । क्षिप्त्वा तेनैव मार्गेण, पुनः स्वगृहमागमत् ॥४४७।। प्रबुद्धा वीक्ष्य ताम्बूलं, तत्र सर्वत्र विस्तृतम् । सा दध्याविति कोऽत्राऽऽगात्, खेचरस्त्रिदशोऽथवा ? ॥४४८॥ अनया चिन्तया सा तद्, दिनं वर्षमिवाऽऽनयत् । अलीकनिद्रया रात्रौ, सुष्वाप नृपकन्यका ॥४४९।। द्वितीयेऽह्नि निशीथेऽथ, दार्वश्वमधिरुह्य च । तेनैव विधिना तत्र, समायातः कुलध्वजः ॥४५०॥ क्षिप्त्वा सर्वत्र ताम्बूलमचालीद् यावदुच्चकैः । तावद् चेलाञ्चले बाढं, हस्ताभ्यां विधृतस्तया ॥४५१॥
અને તેની શય્યાની ચારેબાજુ અર્ધચર્વિત તાંબુલ નાંખી ફરી તે જ માર્ગે તે પાછો સ્વસ્થાને ચાલ્યો ગયો. (૪૪૭)
તેના ગયા પછી જાગેલી રાજકન્યાએ સર્વત્ર વિસ્તૃત થયેલ તાંબૂલને જોઈ વિચાર કર્યો કે, “શું અહીં કોઈ દેવ કે વિદ્યાધર પ્રચ્છન્નપણે આવ્યો હશે ?” (૪૪૮)
આવી ચિંતામાં તેણે એક વર્ષની જેમ તે દિવસ વ્યતીત કર્યો. અને રાત્રે કપટનિદ્રામાં તે સુતી. (૪૪૯)
બીજે દિવસે પણ અર્ધરાત્રે કાષ્ટના અથઉપર આરૂઢ થઈ તે જ રીતે કુળધ્વજકુમાર ત્યાં આવ્યો (૪૫૦)
અને ત્યાં તાંબૂલ નાંખીને કુમાર જેટલામાં ચાલ્યો. એવામાં રાજકુમારીએ એના વસ્ત્રનો છેડો પોતાના બંને હાથવતી પકડી લીધો અને કહ્યું કે, (૪૫૧)
“હે ધીમાનું ! તમે ક્યાં રહો છો અને હવે ક્યાં ચાલ્યા