________________
८८३
BH: : महीचरोऽपि यः कश्चित्, स्वशक्त्या खचरो भवेत् । स भविष्यति मे भर्ताऽन्यथा वह्निवरो मम ॥४४२॥ गूढाभिप्रायमात्मीयं, प्रियसख्यै न्यवेदयत् । सा सम्यक् कथयामास, विजने पृथिवीशितुः ॥४४३॥ विज्ञाय निश्चयं तस्याः, खपुष्पमिव दुर्लभम् । तूष्णींशालो महीपालोऽभवद् चिन्ताभिरुच्चकैः ॥४४४।। इति व्याहृत्य स पुमान्, ययौ राजनिकेतनम् । कुलध्वजोऽपि संप्राप, प्रातिहारिकमन्दिरम् ॥४४५॥ तस्याऽथ कोणके कृत्वा, सज्जं दारुमयं हयम् ।
कीलिकायाः प्रयोगेणाऽऽगच्छत् तद्वासमन्दिरम् ॥४४६॥ હોય તેને જ મારો પતિ કરવો. અન્યથા અગ્નિનું શરણ લેવું.” (૪૪૨)
આ પ્રમાણેનો પોતાનો ગુપ્ત અભિપ્રાય તેણે પોતાની એક પ્રિયસખીને જણાવ્યો અને તેણે એકાંતમાં જઈ રાજાને કહી સંભળાવ્યો. (૪૪૩)
એટલે આકાશપુષ્પની જેમ તેનો દુર્લભ નિશ્ચય જાણીને રાજા બહુ જ ચિંતાપૂર્વક મૌન ધરી રહ્યો.” (૪૪૪)
આટલી હકીકત કહી તે પુરુષ રાજમંદિરમાં ચાલ્યો ગયો અને કુલધ્વજકુમાર માળીના ઘરે આવ્યો. (૪૪૫)
અશ્વયોગે રાજમહેલમાં આગમન.
કુંવરી સાથે ગાંધર્વ પરિણયન,. પછી ખૂણામાં મૂકેલા કાષ્ટમય અને સજ્જ કરીને ખીલીના યોગથી તે કુમાર રાજકન્યાના આવાસમાં આવ્યો. (૪૪૬)