________________
૮૮૦
श्री मल्लिनाथ चरित्र स्वर्णपञ्चालिकाकीर्णं, रूप्यतोरणभासुरम् । सङ्केतमन्दिरं श्रीणां, नेत्रपान्थप्रपोपमम् ॥४२८।। प्रमोदनृपतेः पर्षद्, मोक्षाध्वप्रान्तरद्रुमम् । निधानमिव धर्मस्य, दृष्टवान् जिनमन्दिरम् ॥४२९॥ युग्मम् श्रीमन्तं सुव्रतं देवं, दृष्ट्वा तत्र कुलध्वजः । प्रणनाम नमन्मौलिकिणावलिपचेलिमः ॥४३०॥ इतश्च वेत्रभृत् कश्चित्, समागत्य भृशं जनान् । कोणस्थानपि प्रत्येकं, वेगतो निरवासयत् ॥४३१॥ किमेतदिति संभ्रान्तः, कुमारस्तस्य कोणके । लीयते स्म यथा जीवः, परमात्मनि योगिनः ॥४३२।।
આગળ ચાલતાં સુવર્ણની પુતળીથી વ્યાપ્ત, રૂપાના તોરણથી દેદીપ્યમાન, લક્ષ્મીના સંકેતસ્થાનરૂપ નયનરૂપ મુસાફરને પરબ સમાન, (૪૨૮)
પ્રમોદરૂપ રાજાની સભા સમાન, મોક્ષમાર્ગના મધ્યવૃક્ષ સમાન અને ધર્મના સાક્ષાત્ નિધાનરૂપ જિનમંદિર તેના જોવામાં આવ્યું. (૪૨૯)
ત્યાં શ્રીમાન મુનિસુવ્રત સ્વામી ભગવંતના બિંબને જોઈ નમતા મુગુટના તેજથી શોભાયમાન રાજકુમારે પ્રભુને પ્રણામ કર્યા. (૪૩૦)
આ અવસરે છડીદારે વેગથી આવી આજુ-બાજુએ રહેલા દરેક માણસને ત્યાંથી દૂર કર્યા. (૪૩૧)
તે જોઈ કુમાર આશ્ચર્યચકિત થઈ ગયો. અરે ! આ શું ! એટલું તેનું કારણ જાણવા પરમાત્મામાં લીન થયેલા યોગીની જેમ