________________
८७९
અષ્ટમ: :
इतश्चारामिकस्तस्मिन्नागात् पुष्पजिघृक्षया । स्थिरच्छायस्तरुर्दृष्टो, मध्याह्नेऽपि मनोहरः ॥४२३।। अल्पसुप्तनरस्याऽयं, प्रभावश्चिन्तयन्निति । अस्पाक्षीत् तत्पदाङ्गुष्ठं, जजागाराऽथ भूपजः ॥४२४।। यूयं भवथ सत्पुण्या, मन्दिरेऽतिथयोऽद्य मे । एवं विज्ञपयामास, मालिको भक्तिमालिकः ॥४२५।। आमेत्युक्तं कुमारेण, प्रार्थनाभङ्गभीरुणा । गेहे सो भोजितो नीत्वा, तेन हर्षपुरस्सरम् ॥४२६।। कोणे गृहस्य विन्यस्य, तौरङ्ग काष्ठसञ्चयम् ।
अथाऽचालीत् पुरो मध्यं, वीक्षितुं दिवसाऽत्यये ॥४२७।। તેના જોવામાં આવ્યું. (૪૨૩)
તેણે વિચાર કર્યો કે, “અલ્પસમયથી સૂતેલા આ પુરુષનો જ આ પ્રભાવ જણાય છે.” એમ ધારી તેણે તેના પગના અંગૂઠાને સ્પર્શ કર્યો. એટલે રાજકુમાર તરત જ જાગૃત થયો (૪૨૪)
પછી તે માળીએ ભક્તિપૂર્વક તેને વિનંતિ કરી કે, “ભાગ્યશાળી આપ આજે મારા ઘરના અતિથિ છો.” (૪૨૫)
પ્રાર્થનાભંગથી ભીરૂ કુમારે તેને હા કહી. એટલે બહુ જ હર્ષપૂર્વક તેને પોતાના ઘરે તેડી જઈ તેણે ભોજન કરાવ્યું (૪૨૬)
પછી ઘરના એક ખૂણામાં તે લાકડાનો ભારો મૂકીને સાંજે કુમાર નગર જોવા ચાલ્યો. (૪૨૭)
નગરચર્યા નિહાળવા કુમારનું ગમન. દેદીપ્યમાન ઉત્તુંગ જિનમંદિર દર્શન.