________________
८८१
अद्वितीयवपुः काचिदेत्य कन्या जिनार्चनात् । लास्यं प्रचक्रमे कर्तुं, सखीभिः परिवारिता ॥४३३।। नमस्कृत्याऽथ देवेन्द्रं, स्त्रीराज्यमिव तन्वती । સવીfમ: સર સંપ્રાપ, ન્યાત:પુરમુત્તમમ્ II૪૩૪ll कोणान्निर्गत्य रात्रौ स, सद्पेण विमोहितः । पप्रच्छ पुरुषं कञ्चित्, केयं बाला सुलोचना ? ॥४३५॥ आख्यत् स श्रूयतां देव !, श्रोत्रापेयः कथारसः । अस्य श्रवणमात्रेण, संपद्यन्ते मुदोऽङ्गिनाम् ॥४३६।।
તે મંદિરના એક ખૂણામાં છૂપાઈને ભરાઈ રહ્યો. (૪૩૨)
એવામાં કોઈ અત્યંત રૂપવતી કન્યા ત્યાં આવી અને જિનપૂજન કરી પોતાની સખીઓની સાથે તેણે નૃત્ય કર્યું. (૪૩૩)
પછી ભગવંતને નમસ્કાર કરી જાણે સ્ત્રીરાજને વિસ્તારની હોય તેમ તે પોતાની સખીઓની સાથે પોતાના અંતઃપુરમાં આવી. (૪૩૪).
ત્યારપછી તેના રૂપથી મોહિત એવા કુમારે રાત્રે ખૂણામાંથી બહાર આવી પૂછ્યું કે, આ સુલોચના બાળા કોણ છે ? (૪૩૫)
એટલે તે બોલ્યો કે, “હે દેવ ! સાંભળો કથારસનું પાન કર્ણથી થઈ શકે છે. અને તેની હકીકતના શ્રવણમાત્રથી પણ પ્રાણીઓને આનંદ થાય તેમ છે. (૪૩૬)
યૌવનના પગથારે ઊભેલી ભવનમંજરી. આકાશગામી માનવને વરવા ઇચ્છુક ભુવનમંજરી સારા કિલ્લાથી સુશોભિત આ રત્નપુર નામે નગર છે