________________
અન્નમઃ સર્જ:
यज्ञदत्तस्य जीवोऽथ, च्युत्वा राजगृहे पुरे । धनसार्थपतेर्दास्याश्चिलात्या नन्दनोऽजनि ॥ २५९ ॥
चिलातीपुत्र इत्येष चिलात्याः पुत्र इत्यभूत् । को नामकरणादीनि, गोपानां हि प्रकल्पयेत् ? ॥ २६० ॥
यज्ञदत्तप्रियाजीव:, पुत्रपञ्चकपृष्ठतः । भद्राया धनभार्यायाः, सुंसुमाख्या सुताऽभवत् ॥२६१॥ बालधारककर्म्मत्वे, सुंसुमाया धनो धनी । योजयामास दासेरं, युक्तेयं स्थितिरीदृशाम् ॥२६२॥
भूयांस्याऽऽगांस्यऽसौ, चक्रे बिभ्यत् श्रेष्ठीव राजतः । निरवासयदन्यायकृतं तं दन्दशूकवत् ॥ २६३ ॥
८४५
યશદત્તનો જીવ સ્વર્ગથી ચ્યવી રાજગૃહનગરમાં ધન સાર્થવાહની ચિલાતી નામે દાસીનો પુત્ર થયો. (૨૫૯)
તે ચિલાતીનો પુત્ર હોવાથી તેને ચિલાતીપુત્ર કહીને સૌ બોલાવવા લાગ્યા. “ગોવાળોના નામ પાડવા કોણ પ્રયાસ કરે છે ?” (૨૬૦)
યજ્ઞદત્તની સ્ત્રીનો જીવ સ્વર્ગથી ચ્યવી ધનશેઠની ભદ્રાનામની સ્ત્રીની કુક્ષીથી પાંચપુત્રો ઉપર સુંસુમા નામે પુત્રી થઈ. (૨૬૧)
શ્રીમાન ધનશેઠે સુંસુમાને બાળપણામાં સંભાળવા માટે પેલા દાસીના પુત્રની નિમણુંક કરી. કેમ કે, “તેવાઓને તેવું જ કામ યુક્ત છે.” (૨૬૨)
તેણે ઘણી વખત અપરાધ કર્યા છતાં રાજાથી ભય પામીને શ્રેષ્ઠિએ તેને સર્પની જેમ ઘરની બહાર કાઢી મૂક્યો. (૨૬૩) એટલે તે અન્યાય અને અસતીના સંકેતસ્થાનરૂપ સિંહગુફા