________________
८४६
श्री मल्लिनाथ चरित्र अन्यायपुंश्चलीक्रीडासङ्केतस्य निकेतनम् । पल्ली सिंहगुहाभिख्यामगाद् दासीसुतस्ततः ॥२६४।। अथो मलिम्लुचैः साकं, प्रवीणैरनयाऽध्वनः । तस्याऽजायत सत्प्रीतिः, सख्यं तुल्ये प्रवर्धते ॥२६५।। मृते सिंहगुहेशेऽसौ, तत्पदे तैनिवेशितः । नरेन्द्रेणाऽपि दुर्जेयः, सपक्ष इव पन्नगः ॥२६६॥ इतश्च सुंसुमां कामो, राजधानीमिवोत्तमाम् । कामिचित्तजनावासनिवेशाय विनिर्ममौ ॥२६७।। अस्ति राजगृहे श्रेष्ठी, पञ्चपुत्रो धनाभिधः । सुंसुमाख्या सुता तस्य, निःसीमा रूपसम्पदा ॥२६८॥ નામની પલ્લીમાં ગયો. (૨૬૪)
ત્યાં અનીતિમાર્ગમાં પ્રવીણ તેને ચોરોની સાથે મિત્રતા થઈ. “જયાં સમાનતા હોય ત્યાં મિત્રતા થાય જ છે.” (૨૬૫)
એકવાર સિંહગુફાનો સ્વામી મરણ પામ્યો. એટલે ચોરોએ તેને પલ્લીપતિના પદપર સ્થાપન કર્યો. પદવીપણું મળવાથી તે સર્પોને ગરૂડની જેમ રાજાઓને પણ દુર્વ્યય થઈ પડ્યો. (૨૬૬)
હવે અહીં કામદેવે કામીજનોના ચિત્તને સ્થાપન કરવા સારૂં સુંસુમાને એક ઉત્તમ રાજધાની જેવી અતિસુંદર તૈયાર કરી અર્થાત્ તે યૌવનાવસ્થા પામવાથી બહુ રૂપવંત થઈ. (૨૬૭)
એકવાર ચિલાતીપુત્રે ચોરો સાથે સંકેત કર્યો કે, “રાજગૃહ નગરમાં પાંચપુત્રવાળો ધન નામે શેઠ છે તેને રૂપસંપત્તિમાં અનુપમ સુસુમા નામની સુતા છે. (૨૬૮)
આપણે તેને ત્યાં ધાડ પાડવા જવું છે. તેમાં જે દ્રવ્ય મળે તે