________________
श्री मल्लिनाथ चरित्र
८३८
इदं श्रुत्वा नृपः प्राख्यज्जिनेशाचफलं महत् । पारत्रिकं तवैतस्या, ऐहिकं मम वर्तते ॥ २२६ ॥ इतश्च भगवान् धर्मो, मूर्तिमानिव निर्ममः । मुनिचन्द्राभिधः सूरिर्नाभेयं नन्तुमागतः ॥ २२७॥ प्रणिपत्य मुनेः पादौ श्रुतवान् देशनां नृपः । सपत्नीकस्तु सम्यक्त्वं, भावतः प्रत्यपद्यत ॥ २२८॥ परमश्रावको राजा, द्वादशव्रतपूर्वकम् । चकार जगतीं चैत्यैर्निशेषामपि भूषिताम् ॥२२९॥ देशे देशे महीपेन, मारिव्यसनरक्षणम् । कारितं जीर्णचैत्यानामुद्धृतिश्च पुरे पुरे ||२३०||
મોટું ફળ તને તો બીજાભવમાં મળ્યું. પણ મને તો તેનું ફળ આજ ભવમાં મળ્યું છે.” (૨૨૬)
શ્રીમુનિચંદ્રસૂરિનું આગમન. ધર્મદેશના શ્રવણ.
આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં જાણે સાક્ષાત્ ધર્મ હોય તેવા નિર્મમ ભગવાન્ મુનિચંદ્રસૂરિ ત્યાં ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરવા પધાર્યા. (૨૨૭)
એટલે તે મુનિના ચરણકમળને નમસ્કાર કરી રાજાએ તેમની દેશના સાંભળી. દેશનાને અંતે રાજાએ પોતાની રાણી સાથે ભાવપૂર્વક સમ્યક્ત્વ અંગીકાર કર્યું (૨૨૮)
અને પોતે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. પછી પરમ શ્રાવક બનેલા તે રાજાએ બારવ્રતનું યથાર્થ પ્રતિપાલન કરતા સમસ્ત મહીમંડળને ચૈત્યોથી વિભૂષિત કરી, (૨૨૯)
દરેક દેશમાં અમારી પડહો વગડાવ્યો અને દરેક નગરમાં ૨. પ્રાòતિ 7 ।