________________
८३७
મક્કમ: સT:
धन्योऽयं जगतां नाथं, यः पूजयति भावतः । मत्पतिर्न पुनर्नूनं, देवपूजापराङ्मुखः ॥२२२।। दधती भावनामेवं, तस्मिन्नेव दिने नृप ! । कदन्नाशनयोगेन, मृत्वा राज्ञः सुताऽभवम् ॥२२३।। विदाङ्करोतु भूपालो देवार्चाफलमुत्तमम् । पारत्रिकं ममानन्तसौख्यलक्ष्मीविधायकम् ॥२२४॥ इमं विलोक्य संपन्ना, मम जातिस्मृतिः प्रिय ! । इदं ततः पपाठाऽहं, मूर्छाव्यपगमे सति ॥२२५॥
ત્યારપછી હે રાજન્ ! જટાજૂટથી મંડિત અને ગોવાળના વેષધારી તમને ભગવંતની પૂજા કરતાં જોયા. (૨૨૦-૨૨૧)
એટલે મનમાં એવી ભાવના ઉત્પન્ન થઈ કે, “અહો ! આ ગોવાળને ધન્ય છે જે ભાવથી ભગવંતની પૂજા કરે છે અને દેવપૂજાથી વિમુખ મારો પતિ અધન્ય છેકે જે દેવપૂજા કરતો નથી.” (૨૨૨)
આ પ્રમાણે ભાવના ભાવતી હું તેજ દિવસે ખરાબ અન્નના યોગે મરણ પામી અને રાજાના ઘરે અવતરી. (૨૨૩)
હે દેવ ! પરભવમાં અનંતસુખ લક્ષ્મીને આપનાર આ દેવપૂજાનું તાત્કાલિક પ્રાપ્ત થયેલું ઉત્તમફળ આપના જાણવામાં આવ્યું હશે. (૨૨૪)
વળી હે પ્રાણનાથ ! આ કઠીયારાને જોઈ મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને તેથી મારો પૂર્વભવ મેં જે જોયો તે મૂચ્છ ઉતરતા મેં આપને કહી બતાવ્યો છે.” (૨૨૫)
આ પ્રમાણે સાંભળી રાજાએ કહ્યું કે, “ભગવંતની પૂજાનું