________________
श्री मल्लिनाथ चरित्र
८३४
वैद्या: प्राहुः पित्तमूर्छा, दैवज्ञा ग्रहपीडनम् । मान्त्रिका देवतादोषमाप्ता मुद्गलविप्लवम् ॥२०७॥ प्रगुणं रचयामासुर्भिषजः शर्करादिकम् । दैवज्ञा विदधुः पूजां, ग्रहाणां मन्त्रपूर्वकम् ॥२०८ ।। देवतानां समारेभे, पूजनं मान्त्रिकैरथ । મન્યને નિતરામણા, ૩પયાવિતસંહતિમ્ ॥૨॥ા एकतश्च विरच्यन्ते, शय्याः पङ्कजिनीदलैः । एकतश्चापि चूर्ण्यन्ते, स्थूलमौक्तिकराशयः ॥२१०॥
मूर्तिमद्भिरिवाऽम्भोदैर्घनाम्भःकणवर्षिभिः । વીખતે તાલવન્ત: સા, મૃદુવાતમનોહરૈઃ ।।૨।
સંભારવાની જરૂર પડે છે.” (૨૦૬)
તે સમયે વૈદ્યો કહેવા લાગ્યા કે એને પિત્તથી મૂર્છા આવી છે. નિમિત્તિયાઓ બોલ્યા કે, એને ગ્રહની પીડા છે અને માંત્રિકો બોલ્યા કે, કોઈ દેવતાની છાયાનો એને દોષ લાગ્યો છે. (૨૦૭)
આ પ્રમાણે કહી વૈદ્યો શર્કરાદિક ઔષધિ તૈયાર કરવા લાગ્યા. નિમિત્તિયાઓ મંત્રપૂર્વક ગ્રહોની પૂજા કરવા લાગ્યા. (૨૦૮)
માંત્રિકો દેવતાના પૂજનો કરવા લાગ્યા અને આપ્તજનો અનેક પ્રકારની માનતાઓ માનવા લાગ્યા. (૨૦૯)
એક બાજુ સેવકપુરુષો કમળપત્રોની શય્યા રચવા લાગ્યા. બીજીબાજુ સ્થૂળ મોતીઓનું ચૂર્ણ કરવા લાગ્યા (૨૧૦)
અને કેટલાક પુષ્કળ જળકણને વરસાવનાર જાણે સાક્ષાત્ મેઘ હોય એવા પંખાઓથી રાણીને મંદ મંદ પવન નાંખવા લાગ્યા. (૨૧૧)