________________
८२८
श्री मल्लिनाथ चरित्र ततः सिंहरथो गत्वा, नरेन्द्रो मुनिसन्निधौ । व्रतं जग्राह भावेन, पूर्वोपात्ततमोऽपहम् ॥१७७|| कृत्वा चतुर्विधाहारपरित्यागं महामुनिः । चतुर्थे देवलोकेऽसौ, पूर्णायुष्कः सुरोऽभवत् ॥१७८॥ तदुपानत्कम्बलाद्यं, गोपालैः श्रेष्ठिनो गृहे । अन्यैः समर्पितं गावः, स्वयमीयुर्दिनात्यये ॥१७९॥ गोपाल इति कृत्वा तं, सामन्ता नन्तुमीर्ण्यया । अहङ्काराद् न चाऽऽयान्ति, जनाः पूजितपूजकाः ॥१८०॥ महाजनप्रधानोऽयमिति ध्यात्वा विशाम्पतिः ।
आजूहवज्जिनदत्तं, नाऽऽययौ सोऽप्यऽवज्ञया ॥१८१॥ દીક્ષા લીધી (૧૭૭).
અને તેની સાથે જ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી આયુષ્ય પૂર્ણ કરી તે મહામુનિ ચોથા દેવલોકમાં પૂર્ણાયુષ્યવાળા દેવ થયા. (૧૭૮) - હવે તે ગોવાળનાં કંબલ અને ઉપાનહ વિગેરેને અવગોવાલો શેઠને ઘરે જઈને આપી આવ્યા. અને સાંજે ગાયો પણ સ્વયમેવ શેઠને ઘરે ગઈ. (૧૭૯)
અહીં રાજ્યના સામંતોએ દેવપાળને ગોપાળ સમજી ઈર્ષ્યા અને અહંકારથી તેને નમસ્કાર ન કર્યા. “ખરેખર લોકો પૂજિતનેજ પૂજનારા હોય છે.” (૧૦૦)
દેવપાળ રાજાએ આ મહાજનમાં પ્રધાન પુરુષ છે એમ ધારી જિનદત્તને બોલાવ્યો. તે પણ અવજ્ઞા દર્શાવતો આવ્યો નહિ. (૧૮૧)