________________
श्री मल्लिनाथ चरित्र
८२६
મા થા: સર્વથા ઘેવું, નરનાથ ! સ્વમાનસે | अभिषिञ्च प्रभाते त्वं, दिव्यपञ्चकमुच्चकैः ॥ १६७॥
तत्कृतं पुरुषं राज्ये, विन्यस्य निजपुत्रवत् । परलोकाय पश्चात्त्वं यतस्वोक्त्वेति साऽगमत् ॥१६८॥
प्रभातेऽथाऽभिषिक्तानि पञ्च दिव्यानि भूभुजा । मुस्तान्यथ सर्वत्र प्रतिरथ्यं प्रतित्रिकम् ॥१६९ ॥ मन्त्रिसामन्तपुत्राश्च, थ्रेमुस्तद्राज्यलिप्सया । पुरो द्विपस्य शृङ्गारैरिन्द्रसामानिका इव ॥१७०॥ पुरे भ्रान्तानि तान्यापुर्नैव राज्यधरं नरम् । मध्याह्नसमये जग्मुर्बाह्योद्यानादिवीथिषु ॥ १७१ ॥
પ્રભાતે તું પાંચદિવ્ય સજ્જ કરજે. (૧૬૭)
અને તે દિવ્યોએ નિર્માણ કરેલા પુરુષને લાવી પોતાના રાજ્ય ઉપર બેસાડી પરલોકના સાધનને માટે તું પ્રયત્ન કરજે.” (૧૬૮) આ પ્રમાણે કહી તે દેવી અદશ્ય થઈ. પ્રભાતે રાજાએ સજ્જ કરેલા પંચદિવ્ય સર્વત્ર પ્રતિમાર્ગે ફરવા લાગ્યા (૧૬૯)
એટલે રાજ્યના લોભથી ઇંદ્રના સામાનિક દેવોની જેમ શણગાર સજી મંત્રી અને સામંતોના પુત્ર હાથીની આગળ આગળ ચાલવા લાગ્યા. (૧૭૦)
આખાએ નગરમાં ભમતાં રાજ્યને લાયક કોઈપણ તેમના જોવામાં આવ્યો નહિ. તેથી મધ્યાન્હ સમયે નગરની બહારના ઉદ્યાનમાં તેઓ ગયા. (૧૭૧)
ત્યાં વૃક્ષ નીચે લાકડીનું ઓશિકું બનાવી અને કંબળથી શરીરને