________________
८२५
BH: : महापुरुष ! मा कार्षीः, प्रमादं मूलमापदाम् । सर्वेषामपि कार्याणां, प्रमादः प्रथमो रिपुः ॥१६३॥ प्रणिपत्य गुरोः पादौ, यथास्थानमगान्नृपः । तच्चिन्तयाऽपि कृच्छ्रेण, कृत्स्नं दिनमवाहयत् ॥१६४॥ कोऽधिष्ठितस्य लोकस्य, भावी विक्रमवारिधिः । केनोपायेन निष्पुत्रो, मोक्ष्यामि क्षितिपालनम् ॥१६५।। तस्य चिन्ता प्रपन्नस्य, सिद्धाख्या कुलदेवता । प्रत्यक्षाऽभूत् तपस्विन्यां, दीपिकेव तमोपहा ॥१६६।।
પ્રમાદ બિલકુલ કરીશ નહિ. સર્વકાર્યોમાં પ્રમાદ એ પ્રથમ શત્રુ છે.” (૧૬૩)
બિનવારસદાર રાજ્યાધિકારીની કરે ચિંતા.
સિદ્ધાકુલદેવી પ્રત્યુત્તર આપી કરે નચિંત. પછી ગુરુને પગે પડી રાજા પોતાને સ્થાને આવ્યો. અને રાજયસંબંધી ચિંતામાં તે સમગ્ર દિવસ તેણે કષ્ટપૂર્વક પસાર કર્યો. (૧૬૪)
તે ચિંતવવા લાગ્યો કે, “આ રાજ્યનો પરાક્રમથી પૂર્ણ કોણ અધિકારી થશે ? પુત્રરહિત હું ક્યા ઉપાયવડે આ પ્રજાપાલનના કાર્યને તજી શકીશ ?” (૧૬૫) .
આ પ્રમાણે રાજા ચિંતામગ્ન હતો. ત્યારે મધ્યરાત્રિએ રાજાની આગળ અંધકારને દૂર કરનારી દીપિકા જેવી સિદ્ધાનામની તેની કુળદેવી પ્રત્યક્ષ થઈ બોલી કે, (૧૬૬)
“હે નરનાથ ! તું તારા મનમાં કાંઈપણ ખેદ કરીશ નહિ