________________
અઠ્ઠમ: સર્જ
मन्दीभूते नदीतीरे, कथञ्चिद् वासरेऽष्टमे । उत्तीर्य भुजदण्डाभ्यां निजं चैत्यमगादसौ ॥ १४४ ॥
सुखसागरकल्लोलैरिवाप्तं स्वं विचिन्तयन् । प्रणनाम जिनाधीशं पठितस्तोत्रपूर्वकम् ॥१४५॥ तद्भक्तितोषितेनोच्चैः, स्थितेन गगनाङ्गणे । तदधिष्ठातृदेवेनेत्यूचेऽथ रुचिरं वचः || १४६ ||
वरं वृणु महाभाग !, यथेच्छं स्वच्छमानसः । गुरूणां क्रमसेवा हि, सफलैव शरीरिणाम् ॥ १४७॥
८२१
પછી નદીનું પુર ઓસરતાં આઠમે દિવસે ભુજદંડથી નદી ઉતરી તે પોતાના કરેલા ચૈત્યમાં આવ્યો. (૧૪૪)
અને જાણે સુખસાગરના કલ્લોલમાં રમતો હતો તેમ પોતાના આત્માને શુભભાવનાવડે ભાવીત કરતાં તે ગોપાલે સ્તોત્ર પાઠપૂર્વક ભગવંતને પ્રણામ કર્યા. (૧૪૫)
માંગ માંગ... સુણી દિવ્યવાણીનો રણકાર. રાજ્યસંપત્તિ આપો... કરે દેવપાળ પડકાર.
એટલે તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા અને ઉંચે ગગનાંગણમાં રહેલા એવા તે પ્રતિમાના અધિષ્ઠાયક દેવે આ પ્રમાણે મધુરવચનથી કહ્યું કે, (૧૪૬)
“હે મહાભાગ ! નિર્મળમનવાળો તું યથેચ્છ વરદાન માંગ. કેમ કે ગુરૂજનોના ચરણની સેવા પ્રાણીઓને સફળ જ થાય છે.” (૧૪૭)
એટલે દેવપાળ અંતરમાં આનંદ પામી બોલ્યો કે, “હે દેવ !