________________
८२०
श्री मल्लिनाथ चरित्र पुष्पैः कान्तारसंभूतैर्जिनं पूजयतः सतः । गोपालदेवपालस्य, ययौ कालः कियानपि ॥१३९॥ इतश्चनृपसिंहरथस्याभूत्, पुत्री नाम्ना मनोरमा । काञ्चनप्रेयसीकुक्षिसरोमण्डनवारला ॥१४०॥ जाङ्गली ग्रीष्मसर्पस्य, वर्षाकालोऽन्यदाऽस्फुरत् । अब्धिकल्लोलवद् येन, जाता मार्गाः सुदुर्गमाः ॥१४१।। असौ गाढप्रतिज्ञत्वाद्, भणितः श्रेष्ठिनाऽपि हि । नैवाऽकार्षीत् ततो जग्धं, तदेकहृदयः सुधीः ॥१४२॥ पयःपूर्णं नदीतीरं, गन्तुं नेशः कथञ्चन । उपवासान् वसन् गेहमकार्षीत् सप्त भक्तिभाक् ॥१४३।। युग्मम्
ત્યારપછી દરરોજ વનનાં પુષ્પોવડે ભગવંતની પૂજા કરતાં તે ગોપાલ દેવપાળનો કેટલોકકાળ વ્યતીત થયો. (૧૩૯)
અહીં સિંહરથરાજાની કાંચનમાળા નામે રાણીને (પ્રેયસી) તેની કુક્ષિરૂપ સરોવરને શોભાવવામાં હંસી સમાન મનોરમાનામે પુત્રી થયેલી હતી. (૧૪૦)
એકવાર ગ્રીષ્મઋતુરૂપ સર્પના જાંગુલીમંત્ર સમાન વર્ષાકાળ આવ્યો. જેથી સમુદ્રના કલ્લોલની જેમ બધા માર્ગો અત્યંત દુર્ગમ થઈ ગયા. (૧૪૧)
એટલે જળથી પૂર્ણ નદીને સામે કાંઠે જવાનું સર્વથા મુશ્કેલ થઈ ગયેલું હોવાથી ત્યાં જવાની ભાવનામાં જ રમનાર અને સરલ તેને શ્રેષ્ઠીએ ભોજન કરવા માટે બહું કહ્યું છતાં પોતાની પ્રતિજ્ઞા પાળવામાં દઢ મનવાળો અને ભક્તિમાન દેવપાળને સાત ઉપવાસ થયા. (૧૪૨-૧૪૩) ૨. હંસીતિ હૃદ્રયમ્ !