________________
८१८
श्री मल्लिनाथ चरित्र करविन्यस्तदण्डोऽसौ, कम्बलावृतविग्रहः । नदीरयक्षतक्षोण्यां, जिनवक्त्रं ददर्श सः ॥१३०॥ तदर्शनघनेनाऽऽशु, संजातानन्दकन्दलः । बिम्बमाकृष्टवानेष, लब्धाद्भुतनिधानवत् ॥१३१॥ विधाय वेदिकां तत्र, जिनबिम्ब न्यवीविशत् । मन्दिरं रचयाञ्चक्रे, तृणभित्तिविभूषितम् ॥१३२॥ धन्योऽहं कृतपुण्योऽहं, यस्य मे वृषभो जिनः । प्रत्यक्षोऽभूत् स्वयं देवाधिदेवः परमेश्वरः ॥१३३।। नदीतीरे कृतस्नानः, प्रावृतश्वेतचीवरः । स स्नात्रं कृतवांस्तस्य', पवित्रं स्वं तु निर्ममौ ॥१३४||
દંડધારી અને કંબલધારી તે ગોવાળ નદીના વેગથી ધોવાઈ ગયેલી જમીનમાં એક જિનપ્રતિમાનું મુખ જોયું. (૧૩૦)
પ્રતિમા દર્શનરૂપ મેઘથી આનંદના અંકુર પ્રગટ થયા. પછી તેણે પ્રાપ્ત થયેલા અદ્ભૂત નિધાનની જેમ તે બિંબને જમીનની બહાર કાઢી (૧૩૧)
અને એક વેદિકા (ઓટલો) બનાવી તેના પર તે જિનબિંબને સ્થાપન કરી તેણે તૃણની ભીંતોથી સુશોભિત મંદિર બનાવ્યું. (૧૩૨)
પછી તેણે ચિંતવ્યું કે, “અહો ! હું ધન્ય અને કૃતપુણ્ય છું. કે, દેવાધિદેવ ઋષભદેવ પરમાત્મા પોતે મને પ્રત્યક્ષ પ્રાપ્ત થયા.” (૧૩૩)
પછી તે નદીકાંઠે સ્નાન કરી શ્વેતવસ્ત્ર પરિધાન કરી તેણે ભગવંતનું સ્નાત્ર કર્યું. અને પોતાના આત્માને પવિત્ર કર્યો. ૨. તત્ર, વપિ !