________________
८१७
18: સઃ उदकेनोदपूर्यन्त, भूमिभागाः प्रतिक्षणम् । पुण्याधिकानां कमलासंचयेन गृहा इव ॥१२६॥ नदीतीरेषु रच्यन्ते, वालुकाभिः कुमारकैः । देवागाराणि रम्याणि, भूमीरोमाङ्करा इव ॥१२७॥ अभियोगात्तकमला, राजहंसा जिगीषवः । संचेरुराश्रयं स्वीयं, स्वपक्षबलशालिनः ॥१२८॥ गवां वृन्दमथादाय, वर्षत्यथ घनाघने । चारणार्थं गिरेः कुञ्ज, गतवान् धेनुपालकः ॥१२९॥
લક્ષ્મીના સંયમથી પુણ્યવંતજનોના ઘરની જેમ ભૂમિના સર્વવિભાગો જળથી પૂરાઈ ગયા. (૧૨૬)
નદીના કાંઠે રમતા બાળકો રેતીથી જાણે ભૂમિના રોમાંકુર હોય તેવા રમ્ય દેવગૃહો રચવા લાગ્યા. (૧૨૭).
પ્રયત્નપૂર્વક કમળને ગ્રહણ કરી જયશીલ અને પોતાના પક્ષબળથી શોભતા રાજહંસો પોતાના આશ્રય તરફ જવા લાગ્યા. (૧૨૮)
(અહીં શ્લેષ હોવાથી અન્યપક્ષે શત્રુઓનું આક્રમણ કરી શત્રુઓની લક્ષ્મીને લઈ જઈ જયવંત થયેલા તથા પોતાના લશ્કરથી શોભતા રાજહંસો (મોટા રાજાઓ) પોતાની રાજધાની તરફ ચાલવા લાગ્યા.).
પાર્વતીય પ્રદેશે ગાયો ચરાવે ગોપાલ. ભાગ્યયોગે દીઠી ત્યાં જિનપ્રતિમા ઝાકઝમાળ. આ પ્રમાણે વરસાદ પુષ્કળ વરસતો હતો છતા તે ગોવાળ ગાયોને લઈને પર્વતના પ્રદેશમાં ચારવા ગયો. (૧૨)