________________
અષ્ટમ: સff: इतश्च तेन संध्यायां, सुरसद्म मनोहरम् । अरण्यानीमहाम्भोधेरन्तरीपरिवैक्षत् ॥६६॥ मध्यस्थितः पुमान् कोऽपि, भद्राकारः सुलक्षणः । स्वर्णवर्णवपुस्तेन, ददृशे दिवसात्यये ॥६७।। ततश्चित्रघटं पुष्पैरर्चयन् जिनबिम्बवत् । घण्टानुरणनाकारं, हुङ्कारं विदधेऽप्यसौ ॥६८॥ तस्य प्रभावतो भास्वान् प्रसादः समजायत । तत्र दिव्याङ्गनाकाराश्चिक्रीडुश्चपलेक्षणाः ॥६९॥ ગતૈફળ: વોર્નેશ, તાપ: સ્ત્રીનમારત્ | स्फूर्जज्जयजयोद्दामप्रथमोत्पन्नदेववत् ॥७०॥ પણ અસ્ત થયો. (૬૫)
એટલે સંધ્યા વખતે અરણ્યરૂપ મહાસાગરમાં બેટરૂપ એક મનોહર દેવમંદિર તેણે જોયું. (૬૬)
અને તે મંદિરમાં ભદ્રકાંતિવાળો, સુંદર લક્ષણવાળો અને સુવર્ણના વર્ણ જેવા શરીરવાળો કોઈ પુરુષ બેઠેલો તેના જોવામાં આવ્યો. (૬૭)
તે પુરુષે જિનબિંબની જેમ પુષ્પોથી એક ચિત્રઘટનું પૂજન કરીને ઘંટના નાદ સમાન હુંકારો કર્યો. (૬૮)
એટલે તેના પ્રભાવથી ત્યાં એક દેદિપ્યમાન પ્રાસાદ થઈ ગયો. અને તે પ્રાસાદમાં દેવાંગનાઓ જેવી લલનાઓ ગજગતિથી દાખલ થઈ (૬૯)
પછી પ્રથમ ઉત્પન્ન થયેલા દેવની જેમ પ્રગટપણે જય જયારવ કરતી તે સ્ત્રીઓએ ઉષ્ણજલથી તેને સ્નાન કરાવ્યું. (૭૦)