________________
८०६
श्री मल्लिनाथ चरित्र असावङ्गे नरः सिद्धश्चलत्कल्पद्रुमोपमः । आपादमस्तकं शस्ताऽऽभरणश्रेणिकां व्यधात् ॥७१।। ततो रसवतीं दिव्यां, बुभुजे सिद्धपुरुषः । विद्याः प्रसाधिताः किं किं, न कुर्वन्ति समीहितम् ? ॥७२॥ त्रियामां सुखसम्भारैरेकयाममिवोज्ज्वलैः । अतिवाह्य प्रभातेऽसावुपजहेऽखिलं च तत् ॥७३॥ चित्रकुम्भं निवेश्याऽऽशु, सुरमन्दिरकोणके । पुनः प्रभाते देवौकोमध्येऽस्थात् सिद्धमन्त्रभृत् ॥७४।। एतत् सर्वं विलोक्याऽथ, स नरो ग्रामसम्भवः । अमुं गुरुमिवात्यन्तं, सिषेवे भक्तिवत्सलः ॥७५॥
પછી તેમણે પગથી મસ્તક સુધી તેને સારા સારાં આભૂષણો પહેરાવ્યા. એટલે તે સિદ્ધપુરુષ જંગમકલ્પવૃક્ષ સમાન ભાસવા લાગ્યો. (૭૧).
પછી તે સિદ્ધપુરુષ દિવ્યરસવતી જમ્યો. વિદ્યાસિદ્ધિ શું શું ઇચ્છિતને કરતી નથી ? (૭૨)
અહો ? પછી અનુપમ સુખોમાં એક પહોરની જેમ ત્રિયામાં (રાત્રિ)ને વ્યતીત કરી પ્રભાતે તેણે તે બધું સહરી લીધું. (૭૩)
અને તે ચિત્રાટને દેવમંદિરના એક ખૂણામાં મૂકી તે સિદ્ધપુરુષ ફરી પ્રથમ પ્રમાણે જ તે દેવમંદિરમાં બેસી ગયો. (૭૪).
વિનયવંતની ભક્તિ ફળે.
કામઘટ આપે તે પળે. આ બધું સાક્ષાત્ જોઈ પેલો ગ્રામ્યપુરુષ ગુરૂની જેમ અત્યંત ભક્તિભાવથી તેની સેવા કરવા લાગ્યો. (૭૫)