________________
८०४
श्री मल्लिनाथ चरित्र स बभ्राम महीपीठं, भूतार्त इव शून्यधीः । उत्खातो रोहणस्तेन, नाप्तं किञ्चिद् रजो विना ॥६२॥ यतःयत्र वा तत्र वा यातु, पाताले वा प्रगच्छतु । तथाऽपि पूर्वजीर्णानि, कर्माणि पुर इयति ॥६३॥ ततो निवृत्तो दीनास्यः, सर्वथा पुण्यवर्जितः । सर्वोपायपरिभ्रष्टो, मुष्टो दुष्कर्मधर्मणा ॥६४।। नैतस्य भोजनं दातुमुदयास्तमयान्तरे । प्रभुरस्मीति ध्यात्वेति, ययावस्तं दिवाकरः ॥६५।। આ પ્રમાણે તર્જના પામવાથી તે પોતાના ગામમાંથી ચાલી નીકળ્યો (૬૧)
ભવિષ્યમાં લખ્યું હોય તે થાય.
ડહાપણ કોઈનું કામ ન આવે. અને ભૂતાર્નની જેમ શૂન્યબુદ્ધિથી મહીપીઠપર ભ્રમણ કરતાં તેણે રોહણાચલ પર્વતે જઈ ભૂમિ ખોદી જોઈ. પરંતુ તેને ધૂળ સિવાય કશું પ્રાપ્ત થયું નહીં. (૬૨)
ખરેખર કર્મની ગતિ ન્યારી છે. કહ્યું છે કે, “ગમે ત્યાં જાઓ, આકાશમાં જાઓ કે પાતાળમાં જાઓ પણ પૂર્વકર્મો તો આગળને આગળ જ ચાલવાના.” (૬૩)
પછી દીનમુખ કરી સર્વથા પુણ્યવર્જિત, સર્વ ઉપાયોથી પરિભ્રષ્ટ અને દુષ્કર્મને મર્મથી છેતરાયેલો તે ત્યાંથી પણ પાછો ફર્યો. (૬૪)
એવામાં “ઉદયથી માંડી અસ્ત સમય સુધી તેને ભોજન આપવાને હું સમર્થ થયો નહીં” એમ ધારીને જ હોય તેમ સૂર્ય