________________
४३७
પE: :
इतो विदर्भदेशेषु, नगरे कुण्डिनाभिधे । अभूद् भीमरथो राजा, पुष्पदन्तीति तत्प्रिया ॥३६।। अन्यदा क्षीरडिण्डीरा, देवी प्रच्युत्य नाकतः । सुतात्वेनाऽवततार, तस्याः कुक्षौ शुभे क्षणे ॥३७॥ सुखप्रसुप्ता सा स्वप्नं, प्रेक्ष्य राज्ञे व्यजिज्ञपत् । जाने हस्ती दवत्रस्तस्तवौकसि समाययौ ॥३८॥ व्याजहार ततो राजा, देवि ! राजश्रियाऽधिकम् । सैन्येषु मुख्यो दन्तीव, गर्भस्तव भविष्यति ॥३९॥
નામે સાત્ત્વિક પુત્ર થયો. તેને તેનાથી વિપરીત લક્ષણવાળો કુબેર નામે એક લઘુ બંધ થયો. (૩૪-૩૫)
માસપૂરણ શુભજોગ, શુભવાર, મેઘઘટા વિદ્યુત પરે, પ્રસને પુત્રી ઉદાર આ બાજુ વિદર્ભ દેશમાં કુંડિન નામના નગરમાં ભીમરથ નામે રાજા છે તેને પુષ્પદંતી નામે રાણી છે (૩૬)
તે રાણીની કુક્ષીમાં ક્ષીરડિડિરા દેવી સ્વર્ગથી ચ્યવીને શુભ અવસરે પુત્રીપણે ઉત્પન્ન થઈ. (૩૭)
એટલે સુખે સુતેલી તેણે એક સ્વપ્ર જોઈને રાજાને નિવેદન કર્યું કે- “હે નાથ મેં સ્વપ્રમાં એમ જોયું કે જાણે દાવાનળથી ત્રાસ પામેલો એક હસ્તી આપના મહેલમાં આવ્યો.” (૩૮)
એટલે રાજાએ કહ્યું કે - હે દેવી ! એ સ્વપ્ર એમ સૂચવે છે કે સૈન્યમાં મુખ્ય હસ્તીની જેમ તારો ગર્ભ રાજલક્ષ્મીથી અધિકાધિક વૃદ્ધિવાળો થશે.” (૩૯)
એ પ્રમાણે એ દંપતી વાતો કરતા હતા એવામાં જાણે તે