________________
સપ્તમ: સર્વાં:
वैरोट्या नाम तत्तीर्थे, समभूत् शासनेश्वरी । कृष्णाङ्गी कमलासीना, सोमा सोमाननाम्बुजा ॥ ११५७॥ पुरः पुरस्थैर्विनयाभिनम्रैर्वन्दारुभिर्देवगणैरुपेतः । हेमाम्बुजन्यस्तपदारविन्दः, श्रीमल्लिनाथो विजहार तस्मात् ॥११५८॥
७८९
इत्याचार्य श्रीविनयचन्द्रविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते महाकाव्ये विनयाङ्के सम्यक्त्वपूर्वकप्राणातिपातादिव्रतेषु सुदत्तસુવધુ-મમ–સુવર્ણન-મોત્ત-મિત્રાનન્દ્-ભીમ-ભીમસેનતોમનન્દ્રિ-તારાવન્દ્ર-ચન્દ્રાવતંત-ધનસેન-શિવસેનचन्दनबाला दृष्टान्तसहित फलव्यावर्णनो नाम सप्तमः सर्गः ।
વળી ભગવંતના શાસનમાં કૃષ્ણ શરીરવાળી, કમળ પર બેસનારી, મનોહર ચંદ્ર સમાન મુખકમળવાળી વૈરોટ્યા નામે શાસનદેવી થઈ. (૧૧૫૭)
આ પ્રમાણે તીર્થની સ્થાપના કરી વિનયથી સન્મુખ આવી નમ્ર થઈ વંદન કરતા અનેક દેવોથી પરિવૃત્ત એવા શ્રી મલ્લિનાથ ભગવાન સુવર્ણકમળ પર પોતાના ચરણકમળને સ્થાપન કરતા થકા ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. (૧૧૫૮)
આ પ્રમાણે આચાર્યશ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથચરિત્ર મહાકાવ્યમાં સમ્યક્ત્વપૂર્વક બાવ્રત ઉપ૨ અનુક્રમે (૧) સુદત્ત (૨) સુબંધુ (૩) સંગમક (૪) સુદર્શન (૫) ભોગદત્ત (૬) મિત્રાનંદ (૭) ભીમ-ભીમસેન (૮) લોભનંદી-તારાચંદ્ર (૯) ચન્દ્રાવતંસક (૧૦) ધનસેન (૧૧) શિખરસેન (૧૨) ચંદનબાળાની સહિત ફલ કથા વર્ણવતો સાતમો સર્ગ પૂર્ણ થયો.