SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ७८८ श्री मल्लिनाथ चरित्र गणभृद्देशनाप्रान्ते, प्रणम्य त्रिदशेश्वराः । स्थानं निजं निजं जग्मुः, स्मरन्तः स्वामिदेशनाम् ॥११५३॥ तीर्थे तस्मिन्नभूद् यक्षः, कुबेरो नाम भक्तिमान् । इन्द्रायुधद्युतिर्दोभिरष्टाभिश्च मनोहरः ॥ ११५४ ॥ वरदेनाऽपि शूलेनाऽभयदेनाऽपि पर्शुना । चतुर्भिर्दक्षिणैरित्थं, भुजैर्भूषितविग्रहः ॥११५५॥ वास्तु शक्तिमुद्गरबीजपूराक्षिसूत्रिभिः । चञ्चच्चतुर्मुखाम्भोजः, श्रीमल्लिक्रमसेवकः || १९५६ ॥ त्रिभिर्विशेषकम् મળે, શિષ્યોના ગુણની વૃદ્ધિ થાય અને બંનેની દેશના ૫૨ સભાને સંપૂર્ણ વિશ્વાસ બેસે. ઇત્યાદિ ગુણો જોવામાં આવે છે. (૧૧૫૨) બીજા પ્રહરને અંતે ગણધર મહારાજની દેશના થઈ રહ્યા પછી પ્રણામ કરી ભગવંતની દેશનાનું સ્મરણ કરતા ઇંદ્રો પોતપોતાના સ્થાને ગયા. (૧૧૫૩) ભગવંતના તીર્થમાં ઇંદ્રાયુધ (વજ્ર) સમાન કાંતિમાન અને આઠબાહુથી મનોહર તથા ભક્તિમાન કુબેર નામે યક્ષ થયો. (૧૧૫૪) વરદા, ત્રિશૂળ, અભય તથા પરશુથી જેની ચાર જમણી ભુજાઓ શોભિત હતી (૧૧૫૫) અને ડાબી ચાર ભુજાઓમાં જેણે શક્તિ, મુદ્ગર, બીજપૂર, માળા ધારણ કરી હતી, જેના ચારમુખ વિકસ્વર કમળ સમાન શોભતા હતા અને જે સતત ભગવંતના ચરણની સેવા કરતો હતો. (૧૧૫૬)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy