________________
સક્ષમ: સર્જ
आद्यशिष्यो जिनेन्द्रस्य भिषगाख्यो गणाग्रणीः । सप्ताविंशतिरन्येऽपि, बभूवुर्भुवनोत्तमाः ||११३७||
उत्पादविगमध्रौव्यत्रिपद्यास्तेऽनुसारतः । द्वादशाङ्गानि पूर्णानि, रचयामासुरञ्जसा ||११३८॥
दिव्यचूर्णभृते स्थाले, विधृते वज्रिणा स्वयम् । स्वामिनोत्थाय तन्मौलौ, वासाः क्षिप्ता यथाक्रमम् ॥ ११३९॥
गर्जत्सु सुरतूर्येषु, प्रनृत्यत्स्वमरेषु च । गीयमानेषु देवीभिर्धवलेषूज्ज्वलेषु च ॥११४० ॥
सूत्रेणार्थेन सर्वेण, तथा तदुभयेन च । द्रव्यैर्गुणैश्च पर्यायैर्नयैरपि च सप्तभिः ||११४१ ॥
७८५
પ્રાપ્ત કરી ભગવંતની પહેલા મોક્ષે ગયા.” (૧૧૩૬) પ્રભુના ગણધરો.
પ્રભુના ભિષર્ નામે પ્રથમ ગણધર થયા. ભુવનમાં ઉત્તમ બીજા સત્તાવીસ ગણધરો થયા. (૧૧૩૭)
તેમણે ઉત્પાદ-વ્યય-પૌવ્ય એમ ત્રિપદી અનુસારે અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરી. (૧૧૩૮)
પછી દિવ્યચૂર્ણથી ભરપૂર થાળ ઇંદ્રમહારાજે હાથમાં ધર્યો. એટલે ભગવંતે ઊઠીને તેમના મસ્તક ઉપર ક્રમપૂર્વક વાસક્ષેપ નાંખ્યો. (૧૧૩૯)
પછી દિવ્યવાજીંત્ર વાગતાં, દેવોવડે નૃત્ય કરાતાં અને દેવીઓવડે ધવલમંગળ ગવાતાં, ભગવંતે સૂત્રથી તથા તદુભયથી તેમજ દ્રવ્ય-ગુણ-પર્યાયથી તેમજ સાતે નયોથી પ્રત્યેકગણધરને વિધિપૂર્વક અનુયોગની તથા ગણની સર્વથા અનુજ્ઞા આપી.