________________
७७९
સપ્તમ: સ: वीक्षमाणा जगदिदं, स्वाभाविकमुदान्वितम् । विस्मरन्ती क्षुधाग्लानिं, जिनरूपविलोकनात् ॥११०७॥ उल्लसत्प्रोतरोमाञ्चा, कुल्माषांस्तीर्थकृत्करे । अक्षिपत्सूर्पकोणेन, कतिचिद् भक्तिवत्सला ॥११०८॥
त्रिभिविशेषकम् अहो ! दानमहो ! दानं, श्लाघमाना मुहुर्मुहुः । तत्र प्रीत्याऽऽययुर्देवा, दीप्यमानास्तनुश्रुता ॥११०९॥ पञ्चदिव्याभिषेकञ्च, विदधुर्जयबन्धुरम् । तुत्रुटुर्निगडान्यस्या, जीर्णरज्जुवदञ्जसा ॥१११०॥
આ પ્રમાણે હર્ષ લાવી આખા જગતને સ્વાભાવિક હર્ષસહિત નિહાલતી, ભગવંતનું રૂપ જોવાથી સુધા સંબંધી ગ્લાનિને ભૂલી જતી, (૧૧૦૭)
ભક્તિમાં તત્પર અને રોમાંચિત થઈ તેણે સુપડાના ખૂણામાંથી કેટલાક અડદ ભગવંતના હાથમાં નાખ્યા. (૧૧૦૮)
એવામાં “અહો દાન ! અહો દાન ! એમ વારંવાર પ્રશંસા કરતા, શરીરની કાંતિથી દેદીપ્યમાન કેટલાક દેવો પ્રેમપૂર્વક ત્યાં પ્રગટ થયા. (૧૧૦૯)
અને જય જય ધ્વનિથી મનોહર પાંચ દિવો પ્રગટ કર્યા. તેજ વખતે જીર્ણ દોરડાની જેમ પગની બેડી તૂટી ગઈ, (૧૧૧૦)
પગમાં સુવર્ણના નૂપુર બની ગયા. તત્કાળ જાણે પૂર્વ પ્રેમથી જ હોય તેમ કેશપાશ પણ ઉગેલા હોય તેમ શોભવા લાગ્યો. (૧૧૧૧)
એ સમયે સર્વાગે દિવ્યવસ્ત્રધારી ધારણીસુતા ચંદનાને