________________
४३४
वीरमत्या अपि प्राणी, प्रच्युत्य विबुधालयात् । धन्यस्य गृहिणी जज्ञे धूसरी नामधेयतः ॥ २१ ॥ धन्योऽथ चारयाञ्चक्रे, महिषीरनुवासरम् । वर्षाकालोऽन्यदा कालः, प्रोषितानां समाययौ ॥२२॥
श्री मल्लिनाथ चरित्र
वर्षत्यपि घने हर्षाद्, महिषीचारणोद्यतः । बिभ्राणश्छत्रकं मूर्धिन, धन्यो वन्यामथाऽभ्रमत् ||२३||
कायोत्सर्गस्थितं साधुमेकमेकपदे स्थितम् । वृष्टिशैत्येन सर्वाङ्गं, कम्पमानं ददर्श सः ||२४||
तं दृष्ट्वा सकृपश्छत्रं, तस्य मूर्धन्यधारयत् । वृष्टिकष्टमजानानः सुखेन स मुनिः स्थितः ||२५||
વીરમતીનો જીવ પણ દેવલોકથી ચ્યવીને ધૂસરી નામે ધન્યની પત્ની થઈ. (૨૧)
હવે ધન્ય રોજરોજ ભેંસો ચારવા લાગ્યો. એકવાર પ્રવાસીઓને કાળરૂપ વર્ષાકાળ આવ્યો. (૨૨)
એટલે વરસાદ વરસતાં છતાં ભેંસો ચારવા તત્પર ધન્ય માથે છત્ર ધારણ કરીને આનંદથી વનમાં ભમવા લાગ્યો. (૨૩)
ત્યાં એકપણે કાયોત્સર્ગમાં રહેલા અને વરસાદના જલની શીતલતાથી સર્વાંગે કંપતા એક મુનિને તેણે જોયા. (૨૪)
તેમને જોઈને મનમાં દયા આવતાં તેણે મુનિના મસ્તકપર છત્ર ધારણ કર્યું. એટલે વૃષ્ટિનું કષ્ટ નિવારણ થતાં મુનિ કાંઈક શાંતિ પામ્યા. (૨૫)
પણ તે સમયે જાણે ત્રણેને સ્પર્ધા ઉત્પન્ન થઈ હોય તેમ વૃષ્ટિથી મેઘ વિરામ ન પામ્યો, તો કાયોત્સર્ગથી મુનિ વિરામ ન