SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ७६६ श्री मल्लिनाथ चरित्र तिष्ठन्त्या मद्गृहस्यान्तः, स्यादस्या बन्धुसंगमः । मूलद्रव्यं यतो नव्यं, सतामुपकृतिर्मता ॥१०४८।। धनावहो विचिन्त्येति, तस्मै दत्त्वेप्सितं धनम् । निन्ये वसुमती बालां, स्ववेश्म विगतस्मयः ॥१०४९।। पृष्टाऽथ श्रेष्ठिना वत्से !, का त्वं कस्याऽसि नन्दिनी ? । किं गोत्रं किमु ते नाम, का नाम जननी तव ? ॥१०५०।। महत्त्वेन कुलस्योच्चैः, स्वकुलं वक्तुमक्षमा । सा तस्थौ न्यग्मुखी बाला, रजन्यामिव पद्मिनी ॥१०५१।। ચતુષ્પથમાં એને બેસાડી છે. (૧૦૪૭) તો હું તેને મારા ઘરે જ લઈ જાઉં. મારે ઘરે રહેતા તેને બંધુ સમાગમ પણ થશે. ઉપકાર એ નૂતન મૂળ દ્રવ્ય છે. એમ સજ્જનો કહે છે. માટે હું એનો સ્વીકાર કરૂં.” (૧૦૪૮) આ પ્રમાણે વિચાર કરી ધનાવહ પેલા ઊંટવાળાને ઇચ્છિત ધન આપી ક્રોધરહિત એવી તે વસુમતી કન્યાને પોતાને ઘરે લઈ ગયા. (૧૦૪૯). પછી શ્રેષ્ઠીએ તેને પૂછ્યું કે, “હે વત્સ ! તું કોની પુત્રી છે? તારૂં ગોત્ર અને નામ શું છે? તથા તારા માતાપિતા કોણ છે ? (૧૦૫૦) આ પ્રમાણે સાંભળી કુળનું મહત્ત્વ કહેવા અસમર્થ તે કુલિનબાળાએ રાત્રે પદ્મિની મોં ફેરવી નાંખે તેમ પોતાનું મુખ આડું કરી દીધું. (૧૦૫૧) એટલે વિવેકી શ્રેષ્ઠિએ વધારે વધારે ન પૂછતાં પોતાની પત્ની મૂળાને કહ્યું કે, “આ આપણી પુત્રી છે. માટે નેત્રરૂપ કૈરવને
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy