________________
७६७
સમ: :
उवाच श्रेष्ठिनीं मूलामावयोर्दुहिताऽसकौ । लालनीया पालनीया, नेत्रकैरवकौमुदी ॥१०५२॥ तया श्रेष्ठिगिराऽवात्सीत्, वत्सा वसुमती सुखम् । जङ्गमा कल्पवल्लीव, नानाभरणभूषिता ॥१०५३।। प्रज्ञाविनयवाक्शीलैनिःशेषैश्चन्दनोपमैः । चन्दनेत्यभिधां चक्रे, सत्यामस्या धनावहः ॥१०५४॥ आबाल्यविमलैर्वृत्तैर्बाला तारुण्यशालिनी । द्वितीयेन्दुवदानन्दं, विदधे पिदधे तमः ॥१०५५।। स्वभावेन स्वरूपेयं, विशेषाद् यौवनश्रिया ।
अश्विनीपूर्णमासीवाऽशुभदिन्द्रमहेन सा ॥१०५६।। કૌમુદી સમાન એનું તારે લાલન પાલન કરવું.” (૧૦૫ર)
આ પ્રમાણે શેઠના કહેવાથી જંગમ કલ્પલતાની જેમ અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત બની પુત્રીની જેમ તે ત્યાં સુખપૂર્વક રહેવા લાગી. (૧૦પ૩).
પછી પ્રજ્ઞા, વિનય, વાણી શીલ વિગેરે ચંદન સમાન શીતલ અને સુવાસિત ગુણોથી ધનાવહ શેઠે તેનું ચંદના એવું સત્ય નામ પાડ્યું. (૧૦૫૪)
પછી બાલ્યાવસ્થાથી માંડી પોતાના નિર્મળ આચરણથી અને તારૂણ્યથી શોભતી તે બાળા બીજના ચંદ્રની જેમ સર્વને આનંદદાયી બની અને અંધકાર (અજ્ઞાન) ને દૂર કરવા લાગી. (૧૦૫૫)
તે સ્વભાવે જ સ્વરૂપવતી તો હતી અને યૌવન લક્ષ્મીની વૃદ્ધિ થતાં ઈંદ્ર મહોત્સવથી અશ્વિની નક્ષત્રયુક્ત પૂર્ણિમાની જેમ તે વિશેષે શોભવા લાગી. (૧૦૫૬)