________________
श्री मल्लिनाथ चरित्र
७६४
एवं विचिन्त्य साम्नैनां, भाषमाणः पुरो नयन् । राजवर्त्मनि विक्रेतुं, दधौ मूर्ध्नि तृणं ददौ ||१०३९||
ૐ સાન્ત:પુરમૂ: ીડા, યં વિજ્યભૂમિા ? । क्व मूर्ध्नि मुकुटश्रीश्च क्व चैतत् तृणमोचनम् ? || १०४०||
अथवा प्राकृतानां हि, कर्मणां फलमीदृशम् । परो निमित्तमात्रं स्याद्, कस्मै कुप्याम्यहं ततः ||१०४१।।
एवं खेदपरां राजपुत्रीमालोक्य भास्करः । पश्चिमामगमत् सन्तः, परदुःखेन दुःखिताः ॥ १०४२।।
કર્યો કે, “જેમ એ મરણ પામી તેમ આ છોકરી પણ ક્ષણવારમાં મરણ પામશે.” (૧૦૩૮)
એમ ચિંતવી તેને ધીરજ આપી પછી કૌશાંબીમાં પહોંચી વેચવાને માટે રાજમાર્ગમાં તેને ઊભી રાખી તેના મસ્તક પર તૃણ(ઘાસ) મૂક્યું એટલે તે વિચારવા લાગી. (૧૦૩૯)
“અહો ! ક્યાં અંતઃપુરનો આનંદ ? અને ક્યાં આ વિક્રયસ્થાન ? ક્યાં મસ્તક ઉપર મુગટની શોભા અને ક્યાં આ તણખલાં ? (૧૦૪૦)
અથવા તો પૂર્વે કરેલા કર્મનું જ આ ફળ છે. બીજા તો નિમિત્તમાત્ર છે માટે મારે કોના ઉપર કોપ કરવો ? (૧૦૪૧)
આ પ્રમાણે રાજપુત્રીને ખેદ પામતી જોઈ સૂર્ય પણ અસ્ત પામ્યો. “અહો ! સંતજનો ખરેખર પરદુઃખથી દુઃખિત થાય છે. (૧૦૪૨)
એ વખતે વિક્રયસ્થાનમાં રહેલી એને જોઈ આકાશલક્ષ્મીને