________________
७६२
श्री मल्लिनाथ चरित्र शतानीकः परानीकैरनीकैः पर्यलङ्कृतः । कृतकृत्यः पुरीं प्राप, स्वविक्रमकथासखीम् ॥१०२९॥ मोहितस्तेन धारिण्या, रूपेणाऽप्रतिमश्रिया । जनानां पुरतो गच्छन्, जगादेति सुदुःसहम् ॥१०३०।। इमां रूपवतीं प्रौढां, भार्यां कर्तास्मि निश्चितम् । पुर्याश्चतुष्पथे गत्वा, विक्रेतास्मि कुमारिकाम् ॥१०३१।। श्रुत्वेति धारिणी देवी, कर्णयोः कटुकं वचः । मनस्येवं दधारोच्चैः, सिञ्चन्त्यश्रुजलैर्महीम् ॥१०३२॥ महाकुले प्रसूताऽहमिन्दोरपि सुनिर्मले । दधिवाहनराजस्य, पट्टदेव्यस्मि विश्रुता ॥१०३३।।
કૃતકૃત્ય થયેલો શતાનિક રાજા પોતાની વિક્રમકથાની સખીરૂપ પોતાની રાજધાનીમાં પાછો આવ્યો. (૧૦૨૯).
અપ્રતિમ શોભાધારી ધારિણી રાણીના રૂપથી મોહિત થઈ પેલો ઊંટવાળો માર્ગે લોકો પાસે આ પ્રમાણે વચન કહેવા લાગ્યો કે, (૧૦૩૦)
આ પ્રૌઢા અને રૂપવતી સુંદરીને અવશ્ય હું મારી સ્ત્રી કરીશ અને આ કુમારિકાને નગરીના ચતુષ્પથમાં જઈને વેચીશ.” (૧૦૩૧)
આ પ્રમાણે કાનને કટુ લાગે તેવા દુઃસહ વચનો સાંભળી અશ્રુથી પૃથ્વીતલને આર્ટ કરતી ધારિણી રાણી મનમાં ચિંતવવા લાગી કે, (૧૦૩૨)
“ચંદ્રથી અધિક નિર્મળ-ઉત્તમકુળમાં જન્મેલી હોવા છતાં, દધિવાહન રાજાની પટ્ટરાણી તરીકે પ્રખ્યાતિ પામેલી, (૧૦૩૩)