________________
७६१
સમ: : नद्याः पथा शतानीको, विक्रमादेकया निशा । एत्याऽरुधत् पुरीं चम्पां, तित्तिरीमिव पाशकः ॥१०२४॥ ज्ञात्वा तदागमं झम्पापातवद् भयविद्रुतः । चम्पाधिपः पलायिष्ट, दस्युवद् दधिवाहनः ॥१०२५।। यो यद् वस्तु समादत्ते, तत् तस्येत्याऽऽदिशद् नृपः । मुमुषुः तद्भटाश्चम्पां, निर्वीरावेश्मवद् भृशम् ॥१०२६।। दधिवाहनभूभर्तुर्धारिणीमङ्कहारिणीम् । श्रिया भूमीचरी देवीमिव देवीमवीतधीः ॥१०२७।। वसुमत्या समं पुत्र्या राजलक्ष्म्येव मूर्तया ।
कोऽप्यौष्ट्रिकोऽग्रहीद्, राज्यसर्वस्वमिव संचितम् ॥१०२८॥ युग्मम् ઘેરે તેમ શતાનિક રાજાએ ચંપાનગરીને ઘેરી લીધી. (૧૦૨૪)
એટલે ઝંઝાવાતની જેમ તેના આગમનને જાણી ભયથી વિલન બનેલો ચંપાનગરીનો દધિવાહન રાજા પલાયન થઈ ગયો. (૧૦૨૫)
પછી શતાનિક રાજાએ હુકમ કર્યો કે “આ નગરીમાંથી જે વસ્તુને જે ગ્રહણ કરે તે વસ્તુ તેની સમજવી.” આથી ધણી વિનાના ઘરની જેમ સુભટોએ તે નગરીમાં અતિશય લૂંટ ચલાવી (૧૦૨૬)
એટલે કોઈ ચાલાક ઉંટવાળાએ સારા લક્ષણોથી મનોહર, શોભાથી સાક્ષાત્ પૃથ્વી પર આવેલી દેવજન હોય તેવી, સાક્ષાત્ રાજયલક્ષ્મી હોય કે જાણે રાજયનું સર્વસ્વ હોય તેવી દધિવાહનરાજાની ધારિણી નામે રાણીને (૧૦૨૭)
તેની પુત્રી વસુમતી સહિત ઉપાડી. પછી શત્રુના અને પોતાના સૈન્યથી સમલંકૃત થઈ, (૧૦૨૮). ૨. નિર્વા-રૂપ !