________________
७६०
श्री मल्लिनाथ चरित्र केचित् नृपाज्ञया चक्रुः, केचिद् भक्त्या जिनं प्रति । रत्नवृष्टीच्छया केचित्, केचित् कीर्तिजिघृक्षया ॥१०२०।। केचित् कुल्याशया स्पष्टं, व्यधुरेवंविधं जनाः । तथापि तीर्थकृद् भिक्षां, न जग्राह कथञ्चन ॥१०२१।। प्रम्लानवदनच्छाया, रजनीनीरजोपमाः । व्रीडां खेदाकुलाः पौरा, विदधुर्मुखिता इव ॥१०२२॥ इतश्चअस्त्रैश्चतुर्विधैः शान्तैः, कङ्कटैर्गजवाजिभिः । पूरयित्वा गणं नावां, पूर्ववैरेण दूरतः ॥१०२३।।
કહેલા અનેક પ્રકારના અભિગ્રહોની સામગ્રી તૈયાર કરાવી. (૧૦૧૯)
એટલે કેટલાક રાજાની આજ્ઞાથી, કેટલાક જિનભક્તિથી, કેટલાક રત્નવૃષ્ટિની ઇચ્છાથી, કેટલાક કીર્તિની કામનાથી (૧૦૨૦)
અને કેટલાક લોકોએ પોતાનું કુલીનપણું બતાવવા માટે તેવી સામગ્રી તૈયાર કરી, તો પણ કોઈરીતે ભગવંતે ભિક્ષા ગ્રહણ કરી નહી. (૧૦૨૧).
આથી નગરજનો જાણે કાંઈ છેતરાયા હોય તેમ જેમનું મુખ રાત્રિના કમળ સમાન ગ્લાન થઈ ગયું. તેમજ ખેદાકુલ હોવા સાથે લજ્જા પામ્યા. (૧૦૨૨)
શતાનિકરાજાએ નગરીને ઘેરો ઘાલ્યો.
દલિવાહન નગર છોડી ભાગ્યો. હવે એક દિવસ ચાર પ્રકારના તીક્ષ્ણશસ્ત્ર કટક, અશ્વો અને હાથીઓથી વહાણો ભરી પૂર્વવેરથી (૧૦૨૩)
એક જ રાત્રિમાં નદીમાર્ગે જઈ શિકારી જેમ તિત્તરપક્ષીને